ભાભર-રાધનપુર હાઈવે પર અકસ્માતમાં BSF જવાન સહિત બે લોકોના મોત

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 10 Mar 2023 09:26 AM (IST)Updated: Fri, 10 Mar 2023 09:27 AM (IST)
bsf-jawan-killed-in-accident-of-bhabhar-radhanpur-highway

ભાભરમાં ગઈકાલે વાન અને અલ્ટો કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં BSF જવાન સહિત બે લોકોના મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. રાધનપુર વતનમાં હોળી-ધુળેટીની રજાઓમાં આવેલા જવાનના મોતથી પરિવારમાં શોકનું મોજૂ ફરી વળ્યું છે.

આ અકસ્માત ભાભર-રાધનપુર હાઈવે પર સિસોદરા નજીક થયો હતો. BSF જવાન દીનેશભાઈ ચૌધરી હોળી-ધુળેટીની રજામાં વતન આવ્યા હતા અને તેઓ અલ્ટો કારમાં બેસીને રાધનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન સિસોદરા નજીક તેમની કાર સામેથી આવી રહેલી વાન સાથે ધડાકા ભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનનો આગળનો ભાગ બુકડો વળી ગયો હતો. બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રસ્તા પર જઈ રહેલા લોકોએ બચાવ કામગીરી કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અલ્ટોમાં બેઠેલા દીનેશભાઈનું ઘટના સ્થળે જ મો થયું હતું. જ્યારે મનોજભાઈ માળીનું હોસ્પિટલમાં લઈ જતી વેળાએ મોત થયું હતું.

તહેવારનો દિવસમા મોતના સમાચાર સાંભળી મૃતકોના ઘરે માતમ છવાયો હતો. અકસ્માતમાં ઘાયલ અન્ય બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

મૃતક નિદેશભાઈ ચૌદરી પરણિત હતા અને તેમને બે સંતાનો છે. આમ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.