બાળ તસ્કરી કરતી આંતરરાજ્ય 'મુરુગન' ગેંગનો પર્દાફાશ! બનાસકાંઠા પોલીસે 2 મહિલા સહિત 3ની કરી ધરપકડ

બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી કુખ્યાત 'મુરુગન' ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસની તપાસમાં પોલીસે મુંબઈ-વડોદરા હાઈવે પરથી 2 મહિલા સહિત 3ની ધરપકડ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 04 May 2026 09:45 AM (IST)Updated: Mon, 04 May 2026 09:45 AM (IST)
banaskantha-police-bust-child-trafficking-murugan-gang-arrest-three-gang-members

Banaskantha news: દેશમાં બાળકો, મહિલાઓની તસ્કરીનું પ્રમાણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. બાળ તસ્કરી સાથે સંકળાયેલી ગેંગ વિવિધ જગ્યાએ નાના બાળકોને ટાર્ગેટ કરીને તેમનું અપહરણ કરી લે છે. બાળકોને વેચી નાખે અથવા તો બાળકો પાસેથી ભીખ મંગાવતા હોય છે, રાજ્યમાં બાળ તસ્કરીમાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠામાંથી બાળ તસ્કરી સાથે સંકળાયેલી મુરુગન ગેંગની 2 મહિલા સભ્યો અને 1 અન્ય વ્યકિતને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધા છે.

બનાસકાંઠા પોલીસે બાળકને બચાવ્યું

બાળ તસ્કર ગેંગના સભ્યોને બનાસકાંઠા પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની આકરી પુછપરછ કરી હતી. જેમાં સામે આવ્યુ કે, આરોપીઓ બાળકોને લાખો રુપિયામાં બીજા રાજ્યમાં વેચી નાખતા હતા. મળતી વિગતો મુજબ,બનાસકાંઠા જિલ્લાના વડગામમાં એક માસ અગાઉ એક ચાર વર્ષનું બાળક ગુમ થઈ ગયું હતું. જેના કેસમાં પોલીસે પાબુ ગભોરા અને શૈલેષ ગમારની ધરપકડ કરીને બાળકને ઉગારી લીધો હતો.

2 મહિલા સભ્યો સહિત 3ની ધરપકડ

પોલીસે ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે આ તસ્કરીમાં તેલંગણાની મુરગન ગેંગની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી, પોલીસે મળેલી વિગતોના આધારે કાર્યવાહી સતેજ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી મળેલી વિગતોને આધારે મુંબઈ વડોદરા હાઈવે પરથી રાની સીરીગીરી , શિવરાની ડેરીગંલાની અને દિનેશ રાઠોડની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે આરોપીઓની અટકાયત કરીને વધુની તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ ગેંગનો મુખ્ય લી઼ડર બોદાશુ વેંકટી અમદાવાદમાં એક ગુનામાં પણ સંડોવાયેલો છે. ગેંગના સભ્યો જે દંપતીને સંતાન ન થતું હોય તેમની સાથે સોદો નક્કી કરીને જેવું બાળક જોઈતું હોય તે પ્રમાણે ભાવ નક્કી કરતા હતા. જે બાદ આરોપી પોતાના ગેંગના મેંમ્બરોને વિવિધ જગ્યાઓએ એક્ટીવ કરીને બાળકને કિડનેપ કરી લેતા હતા. માત્ર 24 કલાકથી 48 કલાકમાં બાળકને નિર્ધારિત સ્થળે મોકલી દેતા હતા. ગેંગના આરોપીઓ દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં મોટું નેટવર્ક ધરાવતા હોવાનું સામે આવ્યું છે.