Banaskantha: ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠકથી ચૂંટાયેલા કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતુ. આ બાબતનો વીડિયો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે.
ભારતના લોકોને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા વિદેશોમાંથી ખરીદી કરવી પડે છે. આવા સંજોગોમાં દરિયો દેશના લોકોને રોજગાર તેમજ મત્સ્યઉદ્યોગ દ્વારા ખાદ્ય પદાર્થ તરીકે દરિયાઈ પદાર્થનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જે અનુસંધાને ભારત સરકારના એગ્રીકલ્ચર કમિટી દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ એવા લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો
જે અંતર્ગત ગંગારામ ટાપુ ખાતે પહોંચી અધિકારીઓ સાથે વિભાગની મીટિંગ કરી હિંદ મહાસાગરમાં સ્થાનિક ટીમ દ્વારા ઓક્સિજન સાથે રાખીને સાંસદ ગેનીબેન ઠાકોરે સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું.
પોતાના અનુભવ અંગે ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, દરિયો પ્રદૂષિત ન થાય તે સાચવણી જરૂરી છે. લક્ષદીપમાં 36 જેટલા ટાપુ છે, જે પૈકી બાર જેટલા ટાપુમાં માનવ વસવાટ છે. અહીં અગાત્તી નામનો ટાપુ સૌથી મોટો છે, ત્યાં એરપોર્ટ છે. જ્યાંથી અમ 12 કિમી દૂર ગંગારામ ટાપુ પહોંચ્યા હતા.
દરિયામાં તમામ પ્રકારના દરિયાઈ જીવો એકદમ નજીકથી નિહાળી તેમજ દરિયાનું નિરીક્ષણ અંદર જઈને કરવામાં આવ્યું. જ્યાં દરિયાનું પાણી ચોખ્ખું હતું. અહીં 200થી વધારે કલરની રંગીન માછલીઓ છે. બીજા ઘણાં મોટા પ્રમાણમાં અન્ય દરિયાઈ જીવો જોવાની તક મળી નિર્ભય રીતે દરિયામાં ઉતરીને પહેલીવાર નિરીક્ષણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
