Banaskantha News: બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજમાં પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ સુનીલ ચૌધરી દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
મળતી વિગત મુજબ, દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ તરકના પૌત્ર સુનીલ ચૌધરી છે. જેઓ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસ પક્ષથી નારાજગીના લીધે સુનીલ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલા આ રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે સુનીલ ચૌધરી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે.
