Banaskantha News: ડીસામાં આરોપીએ યુવતીનું અપહરણ કર્યું, સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું

બનાસકાંઠાના ડીસામાં યુવકે યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 29 Mar 2026 10:34 AM (IST)Updated: Sun, 29 Mar 2026 10:35 AM (IST)
banaskantha-deesa-rape-case-accused-kidnapping-surat-threat-police-complaint
HIGHLIGHTS
  • યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ થયાનો આક્ષેપ
  • ડીસા પોલીસે મામલો નોંધી આગળની તપાસ હાથ ધરી
  • યુવતીનું અપહરણ કરીને સુરત લઈ જવામાં આવી

Banaskantha: બનાસકાંઠાના ડીસામાં દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, યુવકે પીડિત યુવતીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેનું અપહરણ કરીને સુરત લઈ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યાનો બનાવ સામે આવ્યો છે.તે પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભાઈને મારી નાખવાની ધમકી આપી

ફરિયાદ મુજબ, ડીસા તાલુકાના શેરગંજમાં રહેતો આરોપી વિશાલ રાજેશકુમાર સુદેશા (માળી) નામના યુવકે એક યુવતી પર લગ્ન કરવા દબાણ કર્યું હતું. તેમજ યુવતીને ધમકી આપી કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તારા ભાઈને મારી નાખીશ.

સુરત લઈ જઈ દુષ્કર્મ આચર્યું

ગત 16 માર્ચના રોજ આરોપી વિશાલ સુદેશા યુવતીને બળજબરીપૂર્વક આજાપુરાથી સુરત લઈ ગયો હતો. પોલીસ ફરિયાદમાં નોંધાયા મુજબ, આરોપી વિશાલ સુરતની એક ગેસ્ટ હાઉસમાં યુવતીને લઈ ગયો હતો.જ્યાં આરોપીએ યુવતીની ઈચ્છા વિરુદ્ધ ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું. ડીસા પોલીસે આરોપી વિશાલ રાજેશકુમાર સુદેશા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.