બનાસકાંઠાના અમીરગઢમાં કાળમુખો અકસ્માત: પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને મારી ટક્કર, 3ના કરુણ મોત!

બનાસકાંઠાના અમીરગઢ પાસે આબુરોડ માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી ટ્રકે બાઇકને ટક્કર મારતાં 3 લોકોના કરુણ મોત. પોલીસે ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 04 Nov 2026 12:12 PM (IST)Updated: Wed, 04 Nov 2026 12:12 PM (IST)
banaskantha-amirgadh-aburoad-truck-bike-accident-three-youth-killed

Banaskantha Accident: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીક આબુરોડ માર્ગ પર બાઈક અને ટ્રક્નો ગંભીર અને કરુણ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. માવલ નજીક ઝડપી ટ્રકે બાઇકને અડફેટે લેતાં ઘટના સ્થળે લોહીયાળ દ્રશ્યો સર્જાયા હતા. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવતાં પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, અમીરગઢમાં આબુરોડ નજીક માવલ પાસે એક પૂરપાટ ઝડપથી આવી ટ્રકે ટ્રિપલ સવાર બાઈકને અડફેટે લીધી હતી. જેથી બાઈકને જોરદાર ટક્કર લાગતાં ફંગોળાઈ ગઈ હતી. નીચે પટકાતાં ત્રણેય યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થથાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવાનોને સારવાર અર્થે ખસેડયા પરંતુ ગંભીર ઘાયલ હોવાના લીધે તેઓનું મોત નિપજ્યું હતું. જેથી યુવકોના શબોને પીએમ માટે નજીકના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજી તરફ મૃતકોના પરિવારને આ ઘટનાની જાણ થઈ તો ભારે આક્રંદ છવાયો હતો.