Ayodhya Ram Mandir: 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ત્યારે સમગ્ર દેશ રામભક્તિના રંગમાં રંગાઈ ગયું છે. ડીસામાં પણ એક શાળામાં 750 જેટલાં વિદ્યાર્થીઓએ મેદાનમાં માનવ સાંકળ રચી શ્રીરામની નામાવલી તૈયાર કરી હતી. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
તો ડીસા તાલુકાનું રામપુર ગામ પણ રામમય બની ગયું છે. રામપુરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ સામૂહિક સુંદરકાંડ અને રામધૂન બોલાવી રામ મહોત્સવની ઉજવણી કરી હતી. શાળામાં બાળકો તેમજ સ્ટાફના લોકોએ આબેહૂબ અયોધ્યા નગર બનાવી રમોત્સવની પણ ઉજવણી કરી હતી.
આ પણ વાંચો
માનવ સાંકળ રચી બાળકોએ કંડાર્યું શ્રીરામનું નામ
ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યાસંકુલના બાળકો રામાયણ અને ભગવાન રામના મહત્વને સમજે તે માટે શ્રીરામનું નામ કંડાર્યું હતું. આ માટે વિશાળ મેદાનમાં 750 જેટલાં બાળકો કતારબંઠ ગોઠવાઈને માનવસાંકળ રચી હતી. ડ્રોનની મદદથી એક હજાર ફુટ ઉપરથી લેવાયેલા આ દ્રશ્યોમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલું શ્રીરામ નામનું લખાણ ખરેખર ઘણું જ અદ્ભુત લાગી રહ્યું હતું.
રામપુરા ગામની સ્કૂલમાં રામ મહોત્સવ
રામપુરીજી મહારાજ દ્વારા વસાવવામાં આવેલા રામપુરા ગામમાં આવેલી શ્રીસંસ્કાર મંડળ રામપુરા સંચાલિત મહંત કૈલાશપુરી ડુંગરપુરી આદર્શ હાઈસ્કૂલમાં રામ મહોત્સવની ઉજવણી કરાઈ. જેમાં બાળકોએ સંપૂર્ણ અયોધ્યા નગરી બનાવી હતી. જ્યાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી તેમજ હનુમાનજી વનવાસથી પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
