Banaskantha: પાલનપુરના ટોકરીયા ગામે 11 વર્ષના બાળકની કરપીણ હત્યા કરાઈ, હત્યાનું કારણ અકબંધ; હત્યારાને પોલીસે દબોચ્યો

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Jul 2024 11:58 AM (IST)Updated: Wed, 17 Jul 2024 11:58 AM (IST)
an-11-year-old-boy-was-murdered-in-tokaria-village-of-palanpur

Gadh Police: પાલનપુરના ટોકરિયા ગામે એક 11 વર્ષીય બાળકનો મૃતદેહ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બાળક રાત્રી દરમિયાન ઘરેથી કેન્ડી લેવા માટે નીકળ્યો હતો. પરંતુ બાળક પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ બાળકની લાશ એક ખેતરમાંથી મળી આવી હતી. 

આ સમગ્ર ઘટનાની જાણ ગઢ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. અને પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે CCTVના આધારે ટોકરીયા જ ગામના રહેવાસી કારૂક જમાલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને શખ્સ સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને આગળની પુછપરછ હાથ ધરી આવી છે. 

મળતી માહિતી મુજબ, શ્રમજીવી પરિવારના 11 વર્ષના બાળકનું નામ મોહમદ શેરસીયા હતું. અને તે તેમના પરિવારનું એકનું એક સંતાન હતું. આ ઘટના બાદ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.