Ambaji Darshan Time: અંબાજી મંદિરમાં હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન-આરતીના સમયમાં મોટો ફેરફાર; જાણો પૂનમનું નવું શિડ્યુલ

ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરના મુખ્ય દર્શન લાંબો સમય બંધ રહેશે. ગ્રહણના વેધને કારણે આરતી વહેલી કરી દેવામાં આવશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Feb 2026 03:47 PM (IST)Updated: Tue, 17 Feb 2026 03:47 PM (IST)
ambaji-temple-darshan-and-aarti-timings-changed-after-holi-and-lunar-eclipse-chandra-grahan-2026

Ambaji Temple Darshan and Aarti Timings: શક્તિપીઠ અંબાજી ખાતે હોળી અને ફાગણી પૂનમનો મહિમા અનેરો હોય છે. આ વર્ષે હોળી પર્વ અને પૂનમના દિવસે સર્જાનારા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે દર્શનના સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. 02 માર્ચથી 03 માર્ચ દરમિયાન મંદિરમાં વિશેષ વ્યવસ્થા જાળવવામાં આવશે.

હોળી પર્વ (02 માર્ચ, સોમવાર)નું સમયપત્રક

હોળીના દિવસે (ફાગણ સુદ ૧૪) માતાજીની વિશેષ પૂજા-અર્ચના થશે. આ દિવસે સાંજે મંદિર પરિસરમાં હોળી પ્રગટાવવામાં આવશે.

  • સવારની આરતી: સવારે 7:30 થી 8:00 કલાકે.
  • સવારના દર્શન: આરતી બાદ સવારે 8:00 થી 11:30 કલાક સુધી.
  • રાજભોગ: બપોરે 12:00 કલાકે.
  • હોળી પ્રગટાવવાનો સમય: સાંજે 18:30 કલાકે (6:30 વાગ્યે).
  • સાંજની આરતી: રાત્રે 19:30 થી 20:00 કલાકે.
  • રાત્રિના દર્શન: રાત્રે 21:00 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.

ચંદ્રગ્રહણ અને પૂનમ (03 માર્ચ, મંગળવાર)નું વિશેષ આયોજન

ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરના મુખ્ય દર્શન લાંબો સમય બંધ રહેશે. ગ્રહણના વેધને કારણે આરતી વહેલી કરી દેવામાં આવશે.

  • સવારની આરતી: વહેલી સવારે 6:00 થી 6:30 કલાકે.
  • સવારના દર્શન: સવારે 6:30 થી 7:30 કલાક સુધી.
  • રાજભોગ: સવારે 7:30 થી 08:00 કલાકે.
  • મુખ્ય દર્શન બંધ: સવારના 8:00 વાગ્યાથી રાત્રિના 21:30 (9:30) વાગ્યા સુધી મુખ્ય ગર્ભગૃહના દર્શન બંધ રહેશે.
  • વૈકલ્પિક વ્યવસ્થા: દર્શનાર્થીઓ માટે નૃત્ય મંડપમાંથી માતાજીના દર્શનની વ્યવસ્થા સવારે 09:45 થી બપોરે 14:00 કલાક સુધી ખુલ્લી રહેશે.
  • શયનકાળ આરતી: ગ્રહણની શુદ્ધિ બાદ રાત્રે આશરે 21:30 કલાકે આરતી કરવામાં આવશે.

માઈભક્તોને ખાસ અપીલ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો પૂનમ ભરવા માટે પગપાળા કે અન્ય વાહનો દ્વારા આવી રહ્યા છે, તેઓએ આ સમયપત્રકની ખાસ નોંધ લેવી જેથી દર્શન માટે કોઈ અગવડતા ન પડે. પૂનમ અને ગ્રહણની વિશેષ વ્યવસ્થા બાદ, તા. 04/03/2026 (બુધવાર)થી માતાજીની આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ થઈ જશે. હોળી-ધૂળેટીના તહેવારોમાં અંબાજી તરફ જતા રસ્તાઓ 'જય અંબે'ના નાદથી ગુંજી ઉઠ્યા છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષા અને સુવિધાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે.