અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળને મળ્યો GI ટેગ: ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટને સત્તાવાર પ્રમાણપત્ર એનાયત કરાયું

અંબાજી ધામના પ્રસિદ્ધ મોહનથાળ પ્રસાદને મળ્યો અધિકૃત GI ટેગ. નવરાત્રીના પ્રથમ દિવસે ચાચર ચોકમાં દેવસ્થાન ટ્રસ્ટને પ્રમાણપત્ર સોંપાયું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 12 Oct 2026 08:26 AM (IST)Updated: Mon, 12 Oct 2026 08:26 AM (IST)
ambaji-mohanthal-prasad-gets-gi-tag-gujarat-navratri-2026
AI generated image

Ambaji Mohanthal GI Tag: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ધામના પરંપરાગત અને પવિત્ર મોહનથાળ પ્રસાદે એક નવો ઇતિહાસ રચ્યો છે. અંબાજીના મોહનથાળ પ્રસાદને અધિકૃત રીતે ભૌગોલિક સંકેત (GI Tag) એનાયત કરવામાં કરવામાં આવ્યો છે. જેનાથી તેને રાષ્ટ્રીય સ્તરે એક અનોખી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ પ્રાપ્ત થઈ છે.

ચાચર ચોકમાં યોજાયો ભવ્ય પ્રમાણપત્ર અર્પણ સમારોહ

નવરાત્રીના પાવન પ્રથમ દિવસે અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોક ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોહનથાળ પ્રસાદનું અધિકૃત GI પ્રમાણપત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને વિધિવત્ત રીતે અર્પણ કરવામાં આવ્યું હતું.

આ મહત્વપૂર્ણ સિદ્ધી સાથે હવે અંબાજીનો મોહનથાળ પણ આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજીના લાડુ અને તમિલનાડુના પલાની પંચામૃતની જેમ દેશના વિશિષ્ટ ધાર્મિક પ્રસાદની યાદીમાં સ્થાન પામ્યો છે.

ઉચ્ચ અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ

ચાચર ચોક ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઈન્સ એન્ડ ટ્રેડમાર્કસ અને જીઆઈ રજિસ્ટ્રાર ડો. ઉન્નત પી. પંડિતની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિત પટેલ સહિત મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી વિશેષ અરજી અને તમામ જરૂરી દસ્તાવેજી પ્રક્રિયાઓ પૂરી કરી લીધા બાદ જીઆઈ ટેગનું પ્રમાણપત્ર જારી કરાયું હતું.