Ambaji Bhadarvi Poonam Mela 2026: અંબાજી ખાતે પ્રતિ વર્ષ ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇભક્તો આવે છે અને મા અંબાના આશિર્વાદ મેળવે છે. આ વર્ષે 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો 2026 અંબાજી ખાતે યોજાવા જઇ રહ્યો છે. તંત્ર દ્વારા તમામ પ્રકારની સુરક્ષાથી લઇને સુવિધા સહિતની વ્યવસ્થાઓની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. માઇભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું પણ શરૂ થઇ ગયું છે. જો તમે આ મહામેળામાં ઉપસ્થિત રહેવા અને માતાજીના આશિર્વાદ લેવા અંબાજી જઇ રહ્યા છો તો ક્યાં તમારું વાહન પાર્ક કરશો અને માર્ગમાં કયા-કયા માર્ગ પણ મોબાઇલ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે તેની વિગતો અહીં આપવામાં આવી છે. જે તમને ઉપયોગી નીવડશે.
ભાદરવી પૂનમ મહામેળામાં ક્યાં કરશો પાર્કિંગ
અંબાજી ખાતે યોજાઇ રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવી રહેલા માઇભક્તોને તેમનું વાહન પાર્ક કરવા માટે અગવડતા ન પડે એ માટે તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કાર, ભારે વાહનો અને ટૂ-વ્હીલર સહિતના વાહનોના પાર્કિંગ માટેના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગતો અહીં નીચે આપવામાં આવી છે.
| વાહનોનો પ્રકાર | હડાદ માર્ગ પાર્કિંગ સુવિધા | દાંતા માર્ગ પાર્કિંગ સુવિધા |
| કાર અને ભારે વાહનો | ચિખલા પ્રાથમિક શાળા પાછળ | ગુલાબભાઈ વાંછીયાના હાઉસની સામે ખુલ્લો વિસ્તાર(ઇડલી કેમ્પની સામે |
| કામાક્ષી મંદિર સામે | નદી કિનારે ગણેશ ફૂડ કોર્ટની સામે | |
| સેવા સ્ટોન પાછળ | વનરાજી રિસોર્ટની બાજુમાં | |
| નવા રેલવે સ્ટેશન રોડ તરફ | ||
| ટૂ વ્હીલર | મયુર દ્વારની બાજુમાં | અંધ શાળાનું મેદાન |
| ગ્રીન માર્બ્લે | ખાલી બાબા માર્બલ | |
| માહિર માર્બ્લે આર્ટની બાજુમાં | મેલાભાઇ આદિવાસી સ્થળ- ચક્કી વિસ્તાર | |
| સુપર માર્બલની સામે | યોગેશ્વર સોસાયટીનું પ્રવેશ દ્વાર | |
| સિદ્ધિ વિનાયક માર્બકની બાજુમાં | શ્રી હોટલ અને લીલીવાડી કાઠિયાવાડી હોટલ વચ્ચે | |
| પ્રજાપતિ ધર્મશાળાની બાજુમાં | ||
| નંદિની હોટલની બાજુમાં | ||
| ટૂ વ્હીલર અને ફોર વ્હીલર | માંગલ્ય વન તરફના રસ્તાની બાજુમાં | પાંચ ગામ પાસે |
| પ્રાથમિક શાળાનો આગળનો ભાગ | ||
| પ્રાથમિક શાળા પાછળ | ||
| પાંચા બસ સ્ટેન્ડ પાસે પાંચા હેતાક્ષી માર્બલ પાર્કિંગ પ્લોટ | ||
| ગણેશ ફૂડ કોર્ટ ઉપરાંત | ||
| કાલિદાસ મિસ્ત્રી ભવનની બાજુમાં | ||
| જય અંબે માર્બલ પાછળ | ||
| જીએસઆરટીસી વર્કશોપ પ્લોટ | ||
| અંબાજી ન્યુ કોલેજથી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ સુધીના માર્ગ પર બન્ને બાજુ | ||
| આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ પાર્કિંગ પ્લોટ | ||
| એલકે બારડના સ્થળે ખુલ્લી જગ્યા | ||
| સરકારી બેન્કના ક્ષેત્રમાં અંબાજી નવી કોલેજ સામે | ||
| નવી કોલેજની બાજુમાં સરકારી બેન્ક પ્લોટની સામે | ||
| રુતરા માર્બલ | ||
| પાર્વતી વિલા રોડને સમાંતર |
મોબાઈલ સેવા કેમ્પ માટેના નિયત સ્થળો
પદયાત્રીઓની સેવા અવિરત રહે અને વાહનવ્યવહાર સુગમ રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હરતા-ફરતા (મોબાઈલ) સેવા કેમ્પ માટે વિવિધ માર્ગો પર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેની વિગતો અહીં નીચે આપવામાં આવી છે.
| મોબાઇલ સેવા કેમ્પ | નિયત કરેલા માર્ગો અને સ્થળો |
| અંબાજી-હડાદ માર્ગ | કામાક્ષી મંદિર |
| મચકોડા બસ સ્ટોપ નજીક | |
| મંગલમ પેટ્રોલ પંપ નજીક | |
| અંબાજી-દાંતા માર્ગ | શ્રી શક્તિ સેવાકેન્દ્ર સ્કૂલ સામે |
| ધાબાવાળી વાવ | |
| ત્રિશૂલિયા ઘાટ | |
| રતનપુર ચોકડી-આંબાઘાટ માર્ગ | કુંડેલ |
| આંબાઘાટ | |
| દાંતા-પાલનપુર માર્ગ | રતનપુર ચોકડી |
| મોટાસડા |
