Navsari News: ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો 8.59 લાખની કિંમતના ગાંજા સાથે બે ઝડપાયા, 3 વોન્ટેડ

નવસારી SOG પોલીસે ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો ₹8.59 લાખનો ગાંજો ઝડપી પાડ્યો છે, જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ગાંજો મોકલનાર અને લેનાર સહિત ત્રણ અન્ય વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 15 Oct 2026 11:12 PM (IST)Updated: Thu, 15 Oct 2026 11:12 PM (IST)
two-arrested-with-ganja-worth-859-lakh-being-brought-to-gujarat-from-odisha-3-wanted

Navsari News:નવસારી એસ.ઓ.જી. પોલીસને મોટી સફળતા મળી છે. ઓરિસ્સાથી ગુજરાતમાં લવાતો 8.59 લાખની કિંમતના ગાંજા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે ગાંજાનો જથ્થો મોકલનાર અને લેનાર સહિત 3 લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ, બે ઓરીસ્સાવાસી ઇસમો ગુજરાત ટ્રાવેલ્સની બસમાં અલગ અલગ બેગમાં ગાંજો ભરીને બેઠા હતા અને બસ નવસારી નેશનલ હાઈવે નંબર 48 થઈ અમદાવાદ સુધી જનાર હોવાની બાતમી નવસારી એસ.ઓ.જી. પોલીસને ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સિસોદ્રા ઓવર બ્રીજ પાસેથી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતાપકડાયેલા આરોપીઓની ઓળખ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના વતની ચંદન કાલુ [ઉ.૨૦] અને શંકર બીજય [ઉ.૨૩] તરીકે થઈ છે.

પોલીસે આરોપીઓ પાસેથી 8,59,350 રૂપિયાની કિંમતનો 17.187 કિલોગ્રામ ગાંજો, બે બેગ, એક મોબાઇલ સહિત કુલ 8,91,970 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ સામે નવસારી રૂરલ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ આ ઘટનામાં માલ સપ્લાય કરનાર ઓરિસ્સાના વતની જીબન અને શરન તેમજ માલ લેનાર સુરત ગણેશ પેટ્રોલપંપ પાસે આવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.