Navsari Rains: નવસારીના વાંસદામાં આવેલો કેલીયા ડેમ ઓવરફલો, 23 ગામોને એલર્ટ કરાયા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 29 Jul 2024 05:57 PM (IST)Updated: Mon, 29 Jul 2024 05:57 PM (IST)
navsari-rain-keliya-dam-overflow-in-vansada-23-villages-have-been-alerted

Navsari News: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલીયા ડેમ ઓવરફલો થયો છે જેથી ડેમની વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 23 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ આજે નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

નવસારી જિલ્લામાં આજે કેટલો વરસાદ વરસ્યો
આજે બપોરે 4 વાગ્યા સુધીમાં નવસારી જિલ્લામાં નવસારીમાં 38 મિ.મી.,જલાલપોરમાં 34 મિ.મી., વાંસદામાં 28 મિ.મી., ગણદેવીમાં 22 મિ.મી., ખેરગામમાં 21 મિ.મી., ચીખલીમાં 18 મિ.મી. વરસાદ વરસ્યો હતો.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલીયા ડેમ ઓવરફલો થયો છે જેથી વહીવટી તંત્ર દ્વારા વાંસદા તાલુકાના કેલીયા, ચીખલી તાલુકાનું કાકડવેલ, માંડવખડક વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા, મોગરાવાડી,આમધરા,ઘેજ, મલિયાધરા, સોલધરા, પિંપલગભણ, ઘોલાર, કલિયારી, વલવાડા, તેજલાવ, ખેરગામ તાલુકાના વાડ,ગણદેવી તાલુકાના ઉન્ડાચ, ગોયદી,વાઘરેચ, ખાપરવાડા અને દેસરા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવસારીમાં બે દિવસ પહેલા મેઘમહેર જોવા મળી હતી જો કે ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો અને આજની વાત કરીએ તો આજે નવસારીમાં ધીમે ધારે વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે.