Navsari News: નવસારીમાં દીપડાનો આતંક, ચીખલીના સાદકપોરમાં દીપડાએ હુમલો કરતા યુવતીનું મોત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Oct 2023 01:43 PM (IST)Updated: Sun, 15 Oct 2023 01:43 PM (IST)
navsari-news-young-girl-died-after-leopard-attack-in-village-of-chikhli

Navsari News: નવસારી જિલ્લામાં દીપડાએ આતંક મચાવ્યો છે. ચીખલીના સાદકપોરમાં દીપડાએ એક યુવતી પર હુમલો કર્યો હતો અને ફાડી ખાધી હતી. યુવતીનો મૃતદેહ ખેતરમાંથી મળ્યો હતો. દીપડાના આતંકથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગને જાણ થતાં આદમખોરને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ચીખલીના સાદકપોરમાં રહેતી છાયા પટેલ નામની યુવતી લઘુ શંકા માટે વાડીમાં ગઇ હતી. જે દરમિયાન યુવતી પર દીપડાએ હુમલો કર્યો હતો અને યુવતીને ફાડી ખાધી હતી. યુવતી લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. યુવતીનો મૃતદેહ જોઇ પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.

યુવતીનો મૃતદેહ મળ્યો ત્યાં 300થી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. ગ્રામજનોનું કહેવું છેકે, વન વિભાગના કર્મચારીઓ દ્વારા વાડીમાં ટોર્ચ મારતા દીપડો દેખાય હતો. વન વિભાગ દ્વારા ત્રણ જેટલા પાંજરા મુકવામાં આવ્યા છે. સાથેજ વન અધિકારીએ જણાવ્યું છેકે, રાત્રીના સમયે ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં ગ્રામજનોએ જવાનું ટાળવું જોઇએ અને જો જાય તો પણ ત્રણ-ચાર લોકોએ સાથે રહેવું જોઇએ અને લાઈટનો પ્રકાશ રાખવો જોઇએ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.