Ram Mandir Donation Case: વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર 5 દિવસના દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, 'સંત દર્શન યાત્રા' અંતર્ગત પોતાના પ્રવાસના બીજા દિવસે તેઓ નવસારી પહોંચ્યા હતા. અહીં તેમણે VHP અને સંઘના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તેમણે અયોધ્યા રામ મંદિરના દાનમાં યેલી ચોરી મામલે મોટું નિવેદન આપ્યું છે.
જેણે દાન ચોરી કરી છે, તે કોઈને નહીં બચાવીએ
આ પણ વાંચો
એક ધાર્મિક આધ્યાત્મિક સંગઠન હોવાના નાતે અમે મંદિરના દાનમાં ચોરી થઈ હોવાની વાત જનતાથી નહીં છુપાવીએ. અમે સંકલ્પ કર્યો હતો કે, જે કોઈએ દાન ચોરીનું પાપ કર્યું છે, તે કોઈને પણ નહીં બચાવીએ.
આ એક એવો મામલો છે, જેમાં જેમના પર ચોરીનો આરોપ લાગ્યો છે, તેઓ જ SITની માંગ કરી રહ્યા છે. જ્યારે SITની ટીમ આવી, ત્યારે મહામંત્રીએ સામે ચાલીને કહ્યું કે, મારાથી તપાસ શરૂ કરો. અમારા સૌ કોઈનો સંકલ્પ છે કે, જે કોઈ વ્યક્તિએ આ પાપ કર્યું છે, પછી તે ગમે તે કેમ ના હોય, તે તમામના નામ સામે આવે. આ સાથે જ ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને વર્ષ પૂરુ થાય તે પહેલા જવાબદાર લોકો સજા ભોગવવા જેલમાં જવા જોઈએ.
કેટલાક તત્વો પોતાનો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે
વધુમાં તેમણે જણાવ્યું કે, કેટલાક તત્વો આ મુદ્દાનો પોતાના રાજકીય હીત માટે ઉપયોગ કરી રહ્યા છે. કોઈ કહે છે કે, સોના-ચાંદી સહિતની કિંમતી વસ્તુ ગાયબ થઈ ગઈ, કોઈ કહે છે કે, જમીન ખરીદવામાં ગેરરીતિ આચરી, 40 ટકા કમિશન લેવામાં આવ્યું.
અમે પ્રેસ રિલીઝ આપીને લોકોને આમંત્રણ આપ્યુ છે કે, જેમણે કિંમતી સામાન આપ્યો છે, તેઓ અયોધ્યા આવીને ભગવાન રામના દર્શન કરીને ટ્રસ્ટની ઑફિસે આવે, તેમને તેઓનો સામાન બતાવીશું. દાનમાં ચોરી થઈ, તેનો દંડ ભોગવશે. રામજી સામે પ્રયાશ્ચિત પૂર્ણ થશે અને અમે હિન્દુત્વની ધારાને આવી જ રીતે આગળ વધારતા રહીશું.
રા મ મંદિરમાં ભગવાન રામજીથીસંગઠન મોટું કોઈ VIP નહીં
ચંપતરાય પર થયેલા આક્ષેપો મામલે તેમણે જણાવ્યું કે, હાલ તેમના પર આરોપ મામલે તપાસ ચાલી રહી છે. તેમની પણ પૂરી તપાસ થશે અને તપાસમાં દોષ સામે આવશે અને કોઈ પણ દોશી સામે આવશે તો એને દંડ થશે. અત્યારે હું એમ કહી નહી શકું કે, કોનો કેટલો રોલ હતો પણ જેનો જેટલો રોલ હશે તે એટલું ભોગવશે.
રામ મંદિરમાં VIP કલ્ચર મામલે તેમણે જણાવ્યું કે, ત્યાં રામજીથી મોટું કોઈ વીઆઈપી નથી. જો કે ઉમર અને વરિષ્ઠતાના આધારે અમુક લોકોને દર્શનની સુવિધા હતી તેને હું વીઆઈપી કલ્ચર નથી માનતો. હું પણ દર્શન કરવા જાવ ત્યારે એક વાર લાઈનમાં ઉભા રહીને દર્શન કરું , કારણ કે લાઈનમાં ઉભો રહું તો ૩૨ દાદર ચડીને ભગવાનના દર્શન થાય છે, ૩ મંડપ પાર કરવા પડે છે. જે લોકો લાઈનમાં જાય છે તેઓને 5 મિનિટ ભગવાનના દર્શન થાય છે અને જે વીઆઈપીમાં જાય છે તેઓ સાઈડમાંથી જાય છે અને તેઓને અડધો મિનિટ દર્શન થાય છે તો ભગવાન જાતે જ હિસાબ કરી લે છે.
