Navsari News: આદિવાસી રાષ્ટ્રીય વ્યાપાર મેળો તા.8, 9, 10 નવેમ્બર – 2024ના રોજ જ્ઞાન કિરણ ધોડિયા સમાજની વાડી સુરખાઇ, ચીખલી, જિ. નવસારી ખાતે યોજનાર છે. આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં ઐતિહાસિક પ્રથમ વખત યોજાઈ રહ્યો છે.
જેનો મુખ્ય ઉદેશ્ય આદિવાસી નવ-યુવાનો શિક્ષિત બેરોજગાર કે જેઓમાં કળા, કૌશલ્ય અને કુનેહ હોય પણ યોગ્ય પ્લેટફોર્મ ન હોવાથી આવા શિક્ષિત બેરોજગાર નવ-યુવાનોને હાલ યોગ્ય ન્યાય આપી શકતા નથી, જેથી આ વખતે નવ-યુવાનો ટ્રાયબલ ટ્રેડ ફેરમાં મુલાકાત લઈ તેમના અનુરૂપ વિવિધ ઉદ્યોગો, ધંધા સાથે સંકળાયેલા અને સંઘર્ષ કરી પોતાની સ્વયં રીતે પગભર બનેલા સાહસિક રીતે હાલ ઉદ્યોગો ચલાવી કરોડોનું ટર્ન-ઓવર કરી રહ્યા છે.
મહેનતુ લોકો આજે પ્લેટફોર્મ ન હોવાથી તેઓ કયારેય બહાર આવતા ન હતા, પરંતુ આ વખતે પ્રથમવાર તા. 08,09,10 નવેમ્બર- 2024 દરમ્યાન એક ઉદ્યોગ, ધંધા, વ્યાપાર સાથે સંકળાયેલા અને સરકારી યોજનાનો લાભ લઈ પગભર થઇ શકાય છે. જેઓ દ્વારા આ નવ-યુવાનો શિક્ષિત બેરોજગારોને આ પ્રેરણાદાયી પ્રવચન સાથે ઉદ્યોગ, ધંધો કેવી રીતે ડેવલપ કરી શકાય, તે અંગેનો સેમીનાર સાથે ધંધા, વ્યાપાર માટે નાણાકીય ભંડોળ ક્યાંથી કેવી રીતે મેળવી, તે ધંધો, વ્યાપારને ઉભો કરી આગળ વધી શકયા, તે અંગેનો સચોટ માર્ગદર્શન પણ આપનાર છે.
આ કાર્યક્રમમાં સરકારના વિવિધ એકમો દ્વારા માર્ગદર્શન માટે ખેતીવાડી,બાગાયતી પ્રાકૃતિક ખેતી,જિલ્લા ઉધોગકેન્દ્ર આદિજાતિ વિભાગ,રોજગાર ખાતુ, Triefed, બેન્કના બોર્ડ વિગેરે એકમોનો પ્રતિનિધિ પણ ઉપસ્થિત રહેનાર છે. અને તેમના દ્વારા નાણાકીય જોગવાઈ કેવી રીતે મેળવી શકાય, વ્યાપાર ધંધામાં આગળ વધી શકાય તેવું આયોજન, માર્ગદર્શન, તાલીમ આપવામાં આવનાર છે. આ ટ્રાયબલ ટ્રેડ ફેરમાં નવ-યુવાનોમાં ઉત્સાહ અને મેળામાં મુલાકાત લેવા આશરે 50,000 થી વધુ લોકો મુલાકાત માટે તથા 240 થી વધુ સ્ટોલનું આયોજન હોય તેમજ વ્યંગ કલાકાર જય વસાવડા પણ ઉપસ્થિત રહેનાર છે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની પ્રાચીન સંસ્કૃતિ એવી સાંજે વિવિધ સંસ્કૃતિને આધીન ઘેરીયા નૃત્ય,માદળનૃત્ય, તારપા નૃત્ય, કાહળી, તુર તેમજ ડાંગી નૃત્ય, અને વિવિધ અતિ પ્રાચીન લુપ્ત થતી સંસ્કૃતિનુ જતન કરવા પુનરાવર્તન પણ જોવા જરૂર મળશે, જે નવી પેઢીઓ માટે ખૂબ જ આશ્ચર્યજનક કાર્યક્રમ ટ્રાયબલ ટ્રેડ ફેર મારફતે કરવા જઈ રહયા છે.
કાર્યક્રમનો પ્રથમ દિવસ–તા.08/11/2024 આ આદિવાસી વ્યાપાર મેળો મેગા ટ્રાયબલ ટ્રેડ ફેરનું ઉદઘાટન માન. કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ અને શિક્ષણમંત્રી ના હાથે ખુલ્લુ મુકાનાર છે, જેમાં પ્રેરક ઉપસ્થિત તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ ચંપકભાઈ વાઢવા, અશ્વિનભાઈ ચૌધરી, તેજસભાઈ પટેલ, બી.કે.કુમાર પણ ઉપસ્થિત રહેનાર છે. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થનાર છે.
બીજો દિવસ–તા.09/11/2024 નેશનલ આદિવાસી વ્યાપાર મેળામાં કાર્યક્રમના બીજા દિવસના અધ્યક્ષ એવા કુંવરજીભાઈ હળપતિ આદિજાતિ ગ્રામવિકાસ, રોજગાર મંત્રી (રાજ્યકક્ષા) દ્વારા ખુલ્લું મુકવામાં આવનાર છે અને તેમની સાથે જીતુભાઈ ચૌધરી, કપરાડાના ધારાસભ્ય અને ગમનભાઈ પટેલ, ચેરમેન વસુધરા ડેરી, આલીપોર પણ ઉપસ્થિત રહેનાર છે.
બપોરે વિવિધ ધંધા-ઉદ્યોગમાં સફળ થયેલા વ્યકિત દ્વારા સેમિનાર સાથે માર્ગદર્શન પણ આપનાર છે. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.સાંસ્કૃતિક કાર્યક્રમમાં તુષારભાઈ ચૌધરી, ધારાસભ્ય ખેડબ્રહ્મા અને અનંતભાઈ પટેલ, ધારાસભ્ય વાંસદા, ચીખલી અને સંગઠનના પ્રમુખ બાબુભાઈ ગાંગુડા તેમજ ભરતભાઈ નાયકા અને રાજુભાઈ વલવાઈ (સુખસર) ઉપસ્થિત રહેશે.
ત્રીજો દિવસ–તા.10/11/2024 રાષ્ટ્રીય આદિવાસી વ્યાપાર મેળો માનસિંગભાઈ પટેલ, ચેરમેન સુમુલ ડેરી સાથે અશોકભાઈ ચૌધરી, મહાસચિવ એકતા પરિષદ તેમજ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ડેડીયાપાડા, એડ. સુનિલભાઈ ગામીત,ડો.રાજન ભગોરા, વિનય કુવરા પણ ઉપસ્થિત રહેનાર છે. સાંજે વિવિધ ધંધા-વ્યાપાર મેળામાં સમાજના સંગઠનો થકી વિવિધ સમિતિઓ સાથે મેળામાં જોવા મળેલ ધંધા-રોજગારના સ્ટોલ, સાંસ્કૃતિક તેમજ ધંધા વ્યાપાર માટે આગળની શું વ્યવસ્થા કરવા વિવિધ સમિતિઓ જેવી કે સમસ્ત આદિવાસી સમાજ, લોક મંગલમ ટ્રસ્ટ,ધરમપુર, સ્પર્શ ફાઉન્ડેશન વ્યારા સાથે અંતે રહી ગયેલ ખામીઓ બાબતે ખૂબ જ ગહનપૂર્વક ચર્ચા કરવામાં આવનાર છે.જેમાં શૈક્ષણિક,વ્યાપાર-ધંધા અને આર્થિક, સામાજીક સાથે મહિલાના ઉત્થાન માટે ચર્ચા કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવનાર છે.
રાષ્ટ્રીય ટ્રાયબલ ટ્રેડ ફેરની મુલાકાત અવશ્ય કરવા આયોજક સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના ડો.પ્રદિપભાઈ ગરાસીયા, લોકમંગલમ ટ્રસ્ટ,ખોબા, ધરમપુરના ટ્રસ્ટી નિલમભાઈ પટેલ, ગ્રીન એનર્જી, સ્પર્શ ફાઉન્ડેશનના ટ્રસ્ટી બિપિનભાઈ ચૌધરી અને આદિવાસી ક્રેડિટ સોસાયટી ધિરાણના ડાયરેકટર કમલેશભાઈ પટેલ દ્વારા જહેમત ઉઠાવી આખા કાર્યક્રમનું મોનીટરીંગ અને નિયંત્રણ કરી રહ્યા છે.
