Navsari: પ્રેમિકાએ ધમકી આપતાં લગ્નના દિવસે જ વરરાજા જાન છોડીને ભાગ્યા, નવવધુએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 18 Feb 2024 07:36 PM (IST)Updated: Sun, 18 Feb 2024 07:43 PM (IST)
navsari-news-rape-fir-against-goom-who-run-away-on-marriage-day
HIGHLIGHTS
  • લગ્ન થશે તેવું વિચારી યુવતીએ પોતાનું સર્વસ્વ ભાવિ પતિને સોંપ્યું

Navsari: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના એરુમાં લગ્નના દિવસે સલુનમાં તૈયાર થઈને આવવાનું કહીને રફુચ્ચકર થઈ ગયેલા વરરાજા વિરુદ્ધ નવવધુએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, એરુ ગામમાં રહેતો મલ્કેશ ટંડેલની સુરત ખાતે ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. બન્નેના પરિવારની સંમતિથી ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં સગાઈ પણ થઈ ગઈ હતી અને આ વર્ષે બીજી ફેબ્રુઆરીના રોજ લગ્ન પણ યોજાવાના હતા. જો કે વચ્ચેના ગાળા દરમિયાન મલ્કેશે અલગ-અલગ જગ્યાએ લઈ જઈને યુવતી સાથે શરીર સબંધ બાંધ્યા હતા. આખરે લગ્નની તારીખ 2જી ફેબ્રુઆરી આવતા મલ્કેશ સલૂનમાં તૈયાર થઈને આવું કહીને પોતાનો મોબાઈલ ફોન ઘરે મૂકીને ફરાર થઈ ગયો હતો.

જો કે વરરાજા મલ્કેશ જાન લઈને નહીં આવતા કન્યાના પરિવારજનો દોડતા થઈ ગયા હતા. આખરે આ મામલો પોલીસ મથકમાં પહોંચતા ભાગી ગયેલા વરરાજા મલ્કેશને પોલીસે મોડી રાતે ઝડપી પાડ્યો હતો.

વરરાજાની પૂછપરછમાં સામે આવ્યું કે, જાન રવાના થાય તે પૂર્વે જ તેની અન્ય એક પ્રેમિકાનો ફોન આવ્યો હતો. જેણે લગ્ન કરવા જાન લઈને જઈશ, તો હું ઝેરી દવા ગટગટાવીને જાન આપી દઈશ તેવી ધમકી આપી હતી. આખરે મલ્કેશે ભાગી જવાનું મુનાસીબ માન્યું હતુ.

આ મામલે નવવધુ યુવતીએ મલ્કેશ વિરુદ્ધ લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા જલાલપોર પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.