નવસારી જિલ્લામાં રહેતા વકીલનો મૃતદેહ કારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાડીમાં કામ કરવા આવતા મજૂરે કારને જોઈ એમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા ધમડાછા ગામના લીમડા ચોકમાં રહેતા વકીલ તેજશ વશીનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. દેવધાથી કાયાંતળાવ જતા માર્ગ ઉપર વાડી વિસ્તારમાં તેઓનો મૃતદેહ કારમાંથી મળ્યો હતો. વાડીમાં કામ કરવા આવતા મજૂરે કારને જોઈ એમાં મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
આ પણ વાંચો
પ્રાથમિક મહિતી મુજબ, ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએમ રિપોર્ટ બાદ તેઓના મોતનું કારણ સામે આવી શકશે.
