Navsari Municipal Corporation Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે નવસારી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election) માટે શહેરના વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ જાહેર કર્યો છે. આયોગને મળેલા તમામ સૂચનોની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠકો પણ યોજવામાં આવી હતી. આ ફાળવણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટેની અનામત બેઠકોનો સમાવેશ થાય છે.
વર્ષ 2011ની વસતી ગણતરીના આખરી પ્રસિદ્ધ થયેલ આંકડાઓને આધારે આ સીમાંકન અને બેઠક ફાળવણી કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા(Navsari Municipal Corporation)ની કુલ વસતી 3,05,653 નોંધાઈ છે, જેને કુલ 13 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે. મહાનગરપાલિકા(Municipal Corporation)માં કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાંથી 26 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. અનામત બેઠકોની વાત કરીએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 3 બેઠકો (જેમાંથી 2 બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે) અનામત રાખવામાં આવી છે. અનુસૂચિત આદિજાતિ માટે 8 બેઠકો (જેમાંથી 4 બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે) અનામત રાખવામાં આવી છે. પછાતવર્ગ (OBC) માટે 14 બેઠકો (જેમાંથી 7 બેઠકો પછાતવર્ગની મહિલાઓ માટે) અનામત રાખવામાં આવી છે.
નવસારી મહાનગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો
| કુલ વસતી (2011 પ્રમાણે) | 305653 | ||||
| કુલ વોર્ડની સંખ્યા | 13 | ||||
| બેઠકોની સંખ્યા | 52 | ||||
| કુલ સ્ત્રી બેઠકો | 26 | ||||
| અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | 3(1 મહિલા અનામત) | ||||
| અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | 8(4 મહિલા અનામત) | ||||
| પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા | 14 ( 7 મહિલા અનામત) | ||||
| કુલ અનામત બેઠકો | 39 | ||||
| સામાન્ય બેઠકો | 13 | ||||
| વોર્ડ નં | વોર્ડની વસતી | પ્રથમ બેઠક (મહિલા અનામત) | બીજી બેઠક (મહિલા અનામત) | ત્રીજી બેઠક | ચોથી બેઠક |
| 1 | 25699 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 2 | 25042 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | અ.સૂ. જાતિ | સામાન્ય |
| 3 | 23605 | અ.સૂ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 4 | 22575 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| 5 | 25463 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 6 | 25682 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| 7 | 21648 | સામાન્ય | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 8 | 21447 | પછાતવર્ગ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 9 | 25840 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| 10 | 21530 | પછાતવર્ગ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 11 | 21247 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ. જાતિ | સામાન્ય |
| 12 | 23155 | અ.સૂ.આ. જાતિ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 13 | 22720 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ.આ. જાતિ | સામાન્ય |
| કુલ | 305653 | ||||
