Idar Nagarpalika Election: ઇડર નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

આ બેઠકોમાંથી કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 21 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 23 Dec 2025 07:42 PM (IST)Updated: Tue, 23 Dec 2025 07:42 PM (IST)
idar-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced

Idar Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે સાબરકાંઠા જિલ્લાની ઇડર નગરપાલિકા(Idar Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, ઇડર નગરપાલિકા(Idar Nagarpalika Election)ની કુલ વસતી 377228 છે. નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 21 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 7 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 3 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અનુસૂચિત આદિજાતિ (ST) માટે 2 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અને પછાતવર્ગ (OBC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 7 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 21 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

ઇડર નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે) 37728
કુલ વોર્ડની સંખ્યા 7
બેઠકોની સંખ્યા 28
કુલ સ્ત્રી બેઠકો 14
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 3(1 મહિલા અનામત)
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 2 (1 મહિલા અનામત)
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 8 ( 4 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો 21
સામાન્ય બેઠકો 7

ઇડર નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

વોર્ડ નં વોર્ડની વસતી પ્રથમ બેઠક (મહિલા અનામત) બીજી બેઠક (મહિલા અનામત) ત્રીજી બેઠક ચોથી બેઠક
1 5285 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
2 5442 અ.સૂ. જાતિ સામાન્ય અ.સૂ.આ. જાતિ સામાન્ય
3 5611 અ.સૂ.આ. જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
4 5298 પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
5 5234 પછાતવર્ગ સામાન્ય અ.સૂ. જાતિ સામાન્ય
6 5315 પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
7 5643 પછાતવર્ગ સામાન્ય અ.સૂ. જાતિ સામાન્ય
કુલ 37728