ભાજપના શાસનમાં અવાજ નથી ઉઠાવી શકાતો, ઈજાગ્રસ્ત કોંગી MLA સમર્થકો સાથે ધરણાં પર બેઠા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 09 Oct 2022 03:40 PM (IST)Updated: Sun, 09 Oct 2022 03:40 PM (IST)
injured-congress-mla-anant-patel-protest-against-bjp-govt

નવસારી.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર પણ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજાને કાંટાની ટક્કર આપી રહ્યો છે. એવામાં નેતા પર હુમલાની ઘટના સામે આવી હતી. જે બાદ આજે ઈજાગ્રસ્ત કોંગ્રેસ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ધરણાં પર બેઠા છે.

હકીકતમાં કોંગ્રેસ ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ પર શનિવારે નવસારી જિલ્લાના ખેરગામમાં કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. આ અંગે તેમણે જણાવ્યું કે, ભાજપના શાસનમાં જો કોઈ અવાજ ઉઠાવશે, તો તેને ફટકારવામાં આવે છે અથવા તો જેલમાં ધકેલી દેવામાં આવે છે.

સમર્થકો સાથે ધરણાં પર બેઠા ધારાસભ્ય
અનંત પટેલે આરોપ લગાવ્યો છે કે, જિલ્લા પંચાયત પ્રમુખ અને તેમના ગુંડાઓએ તેમને એવું કહ્યું કે, તમે આદિવાસી હોવાના કારણે નેતા બન્યા છે. અમે તમને નહીં છોડીએ. હવે અહીં કોઈ આદિવાસીને સહન નહીં કરવામાં આવે.

ભાજપના રાજમાં અવાજ નથી ઉઠાવી શકાતો
કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, જ્યારે હું એક સભા માટે નવસારીના ખેરગામ પહોંચી રહ્યો હતો, ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના ગુંડાઓએ મારી કારમાં તોડફોડ કરી અને મને માર માર્યો છે.

અનંત પટેલ પર હુમલો થયા બાદ પ્રદર્શનકારીઓનું એક મોટું જૂથ તેમના સમર્થનમાં આગળ આવ્યું છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સાગરિતો પકડાશે નહીં, ત્યાં સુધી તેઓ વિરોધ પ્રદર્શન કરશે. આ કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી આદિવાસી 14 જિલ્લાઓના હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવશે.

નવસારી પોલીસ કમિશનરનું કહેવું છે કે, કાલ 4-5 લોકોએ મળીને અનંત પટેલ પર હુમલો કર્યો હતો. જે બાદ તેઓ પોતાના આદિવાસી સમર્થકો સાથે ધરણાં પર બેસી ગયા છે. તેમને 3 દિવસની અંદર દોષિઓને ઝડપીને તેમના વિરુદ્ધ યોગ્યા કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતાઓ અનંત પટેલને મળવા પહોંચ્યા
ગતરાત્રે વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ જીવલેણ હુમલા બાદ આજરોજ વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતાઓ અનંત પટેલના નિવાસ સ્થાને પહોંચીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

naidunia_image