ગુજરાત માટે ખુશખબર! સરદાર સરોવર નર્મદા ડેમ 137.37 મીટરે, જાણો પાણીની આવક-જાવકની તાજી સ્થિતિ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137.37 મીટરે પહોંચી. જાણો ડેમમાં લાઈવ સ્ટોરેજ, પાણીની આવક-જાવક, પાવર હાઉસ અને મુખ્ય કેનાલ મારફતે પાણી છોડવાની તાજી સ્થિતિ.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 08:41 AM (IST)Updated: Fri, 18 Sep 2026 08:41 AM (IST)
sardar-sarovar-narmada-dam-water-level-137-37-meters-live-storage-water-inflow-outflow-gujarat

Narmada Dam water level: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ગુજરાતવાસીઓ માટે આનંદ અને રાહતના સમાચાર સામે આવ્યા છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 6 વાગ્યાના તાજા અહેવાલ અનુસાર, નર્મદા ડેમના જળ સપાટી 137.37 મીટર પર પહોંચી ગઈ છે. ડેમ પોતાની મહત્તમ ક્ષમતાની નજીક પહોંચતા સિંચાઈ અને પીવાના પાણી માટે મોટો જળજથ્થો ઉપલબ્ધ થયો છે.

નર્મદા ડેમની લાઈવ સ્ટોરેજની સ્થિતિ

નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. હાલની સ્થિતિએ ડેમ મહત્તમ સપાટીથી માત્ર થોડા જ સેન્ટીમીટર દૂર છે. ડેમમાં હાલમાં 5345.70 એમસીએમ જેટલો ઉપયોગી લાઈવ સ્ટોરેજ જળજથ્થો નોંધાયો છે. ઉપરવાસમાં થઈ રહેલી પાણીની સતત આવકને લીધે ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં હાલ 21.312 ક્યુસેક પાણીની આવક થઈ છે. નદીમાં પાણીની જાવકની વાત કરીએ તો, પાવર હાઉસ મારફતે નર્મદા નદીમાં 41,988 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર

સરદાર સરોવર નર્મદા ડેમમાં મુખ્ય કેનાલ મારતે 9,224 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. જયારે ડેમમાંથી હાલ નદી અને કેનાલ મળીને કુલ 51,212 ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. નર્મદા ડેમમાં 137 મીટરથી વધુ જળસપાટી અને 5,000 MCM થી વધુ લાઈવ સ્ટોરેજ થવાથી આાગામી શિયાળુ પાક માટે સિંચાઈના પાણીની અને સમગ્ર વર્ષ દરમિયાન પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ ગઈ છે. પાવરહાઉસ ચાલુ હોવાથી જળવિદ્યુત મથકમાંથી વીજ ઉત્પાદન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

વિગત આંકડો / સપાટી
તારીખ અને સમય 18/09/2026, સવારે 06:00 કલાકે
મહત્તમ સપાટી 138.68 મીટર
હાલની જળસપાટી 137.37 મીટર
લાઈવ સ્ટોરેજ 5345.70 MCM
પાણીની આવક 21,312 ક્યુસેક
નદીમાં જાવક (પાવરહાઉસ) 41,988 ક્યુસેક
કેનાલમાં જાવક 9,224 ક્યુસેક
કુલ જાવક 51,212 ક્યુસેક