PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ નર્મદા ડેમ છલોછલ ભરાવા આરે, પૂર્ણ સપાટીથી માત્ર 1.20 મીટર દૂર, ઉપરવાસથી ભારે આવક

નર્મદા ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી નજીક પહોંચ્યો છે. ઉપરવાસથી 1,30,748 ક્યુસેક પાણીની આવક વચ્ચે ડેમ માત્ર 1.20 મીટર દૂર છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 17 Sep 2026 03:07 PM (IST)Updated: Thu, 17 Sep 2026 03:07 PM (IST)
sardar-sarovar-narmada-dam-full-capacity-120-meter-pm-narendra-modi-birthday

Sardar Sarovar Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ પોતાની મહત્તમ સપાટીની ખૂબ જ નજીક પહોંચી ગયો છે. ઉપરવાસમાં સતત થઈ રહેલી પાણીની ભારે આવકના કારણે બુધવારે ડેમ 138.68 મીટરની પૂર્ણ સપાટી સુધી ભરાય જાય તેવી પૂરી સંભાવના રહેલી છે. હાલમાં ડેમ પોતાની પૂર્ણ ક્ષમતાથી માત્ર 1.20 મીટર જ દૂર છે.

ઉપરવાસમાં પાણીની મબલખ આવક

હાલ નર્મદા જળાશયમાં ઉપરવાસમાંથી 1,30,748 ક્યુસેક જળ રાશિની સતત આવક નોંધાઈ છે. પાણીની આવક તેની જાવક કરતાં વધારે હોવાથી ડેમના જળસ્તરમાં 1થી 2 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. 17 સપ્ટેમ્બરે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ નર્મદા ડેમ પૂર્ણ ક્ષમતાથઈ ભરાઈ જવાની તૈયારીમાં છે.

પાવર હાઉસ ચાલુ થતાં વીજ ઉત્પાદનમાં વધારો

ડેમના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થતાં જ રિવર બેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ ખાતે વીજ ઉત્પાદન ધમધમતુ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેમમાંથી નર્મદા નદીમાં આશરે 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં 9 ઓગસ્ટના રોજ ડેમના 26 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત

નર્મદા ડેમમાં પાણીની આવકથી ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની ચિંતામાંથી મહદંશે મુક્તિ મળી છે. તેમજ હાલ નર્મદા ડેમ પૂર્ણ સપાટી નજીક એટલે કે, 138.68 મીટર છલોછલ ભરાય તેવી શક્યતા છે.