સરદાર સરોવર નર્મદા ડેમ 95 % ભરાયો: જળસપાટી 137.48 મીટરે પહોંચી, ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈનું સંકટ ટળ્યું

સરદાર સરોવર નર્મદા ડેમ 95 ટકાથી વધુ ભરાયો છે અને જળસપાટી 137.48 મીટરે પહોંચી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 11:05 AM (IST)Updated: Wed, 16 Sep 2026 11:05 AM (IST)
sardar-sarovar-narmada-dam-95-percent-full-water-level-137-48-metre-gujarat-water-irrigation

Sardar Sarovar Narmada Dam: રાજયની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા ડેમમાં જળરાશિનો મબલખ જથ્થો ભરાઈ જતાં રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉપરવાસમાં થઈ રહેલી સતત જળ રાશિની આવકને કારણે ડેમ 95 ટકાથી વધારે ભરાઈ ગયો છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં આગામી સમય માટે પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો અંત આવી ગયો છે.

સરદાર સરોવર ડેમની વર્તમાન સ્થિતિ

ઉપરવાસમાં સતત થઈ રહેલી પાણીની આવકને લીધે મહત્તમ જળ ક્ષમતા 138.68 મીટર છે. હાલની જળ સપાટી 137.48 મીટર છે. ડેમમા હાલ લાઈવ સ્ટોરેજ 5,379,80 મિલિયન ક્યુબિક મીટર જળ જથ્થો ઉપલબ્ધ થતાં પાણીનો ભરપૂર જથ્થો ઉપલબ્ધ થયો છે. પાણીની આવકની વાત કરીએ તો, 54,952 ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક 54,447 ક્યુસેક નોંધાઈ છે.

ઉપરવાસમાંથી પાણીની સારી આવક

ડેમના ઉપરવાસના વિસ્તારોમાં નર્મદા ડેમમાં હાલ 54,952 ક્યુસેક જળ રાશિની આવક થઈ રહી છે. જળ સપાટીને સુરક્ષિત રીતે નિયંત્રિત રાખવા માટે રિવર બેડ પાવરહાઉસ મારફતે ડેમમાંથી 40,947 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડવાની સાથે જ રાજ્યમાં સિચાઈ અને પીવાના પાણીની જરુરિયાતને પૂરી પાડવા માટે મેઈન કેનાલ દ્વારા 13,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.