Sardar Sarovar Narmada Dam: ગુજરાતમાં ચોમાસું ધીમું પડતાં વરસાદ ખેંચાવાની ચિંતા વચ્ચે રાજ્યવાસીઓ માટે ખૂબ જ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતાં ડેમ 93 ટકાથી વધારે ભરાઇ ગયો છે.
સરદાર સરોવર ડેમ 93 ટકા ભરાયો
આ પણ વાંચો
ઓછા વરસાદની સ્થિતિમાં પણ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય માટે નર્મદા ડેમનું આ જળસ્તર ગુજરાત માટે ખૂબ જ મોટું રાહતકારક પરિબળ સાબિત થશે. ડેમમાં પાણીનો જળસંગ્રહ 90 ટકાને પાર કરીને 93 ટકા સુધી ભરાઈ ગયો છે. જેના લીધે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું ઓછું પ્રમાણ હોય ત્યાં પીવાના પાણીની ચિંતા કરવાની જરુરિયાત નહીં રહે.
ડેમની જળસપાટી 136.64 ટકા પહોંચી
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીની વાત કરીએ તો, ડેમની જળસપાટી 136.64 મીટર સુધી પહોંચી ગઈ છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 137.68 મીટર છે. એટલે કે, ડેમની સપાટીથી હવે માત્ર 2.04 મીટર જેટલો ભરાવાથી દૂર છે. ડેમમાં હાલ કુલ 8819.40 MCM જેટલો જળનો જથ્થો સંગ્રહિત છે. હાલ ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના 93.23 ટકા જેટલો ડેમ ભરાઇ ગયો છે.
ગુજરાતને પીવાની પાણીની સમસ્યાથી રાહત
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી કુલ 68.716 ક્યુસેક જળની આવક નોંધાઈ રહી છે. આ પાણીની આવકમાં સતત વધારો થતાં રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે મોટા રાહતરુપ સમાચાર સમાન છે. ડેમમાં પાણીની સતત આવકને લીધે રાજ્યના વિવિધ વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે.
