PM Modi in Gujarat Live: રાષ્ટ્રીય એકતા દિવસે PM મોદી ગુજરાતના આંગણે: એકતાનગરમાં ₹426.71 કરોડના વિકાસકામોની મળશે ભેટ

એકતાનગરમાં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી ₹307.83 કરોડના 23 વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે. જેમાં મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે:

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 31 Oct 2026 07:17 AM (IST)Updated: Sat, 31 Oct 2026 07:27 AM (IST)
pm-modi-gujarat-visit-live-bharat-parv-2026-ekta-nagar-kevadia-latest-news-updates
PM મોદી ગુજરાતના આંગણે

PM Modi Gujarat Visit Live Updates: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. પોતાની આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' ખાતે સરદાર સાહેબને ભાવંજલિ અર્પિત કરશે. આ સાથે જ તેઓ એકતાનગર (કેવડિયા) ખાતેથી ₹426.71 કરોડના ખર્ચે સાકાર થનારા પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કુલ 31 જેટલા વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર એકતાનગરને વિશ્વસ્તરીય પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છે.

₹307.83 કરોડના 23 વિવિધ પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ

એકતાનગરમાં આવતા પ્રવાસીઓના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે વડાપ્રધાન મોદી ₹307.83 કરોડના 23 વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે. જેમાં મુખ્ય આકર્ષણો અને સુવિધાઓ નીચે મુજબ છે:

નવા પ્રવાસન આકર્ષણો:

₹50 કરોડના ખર્ચે બનેલી IRCTC હોટલ, ₹16 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી નવી 'એકતા ક્રૂઝ', ₹14.30 કરોડના ખર્ચે નિર્મિત રેઇન ફોરેસ્ટ તેમજ ₹3.67 કરોડના ખર્ચે બનેલી ઇકો-ટ્રેઇલ.

માળખાકીય સુવિધાઓ:

₹45.53 કરોડના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹21.40 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ₹28.22 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે ટ્રાવેલેટર્સ, ₹23 કરોડના ખર્ચે 24 મીટર કોલોની રોડ અને ₹14.25 કરોડના ખર્ચે સ્ટાફ ક્વાર્ટર્સ.

સૌંદર્યકરણ અને અન્ય કામો:

₹23.81 કરોડના ખર્ચે પરેડ ટ્રેક, એકતાનગર રેલવે સ્ટેશનથી વિઝિટર સેન્ટર સુધી વૉક-વેનું વિસ્તરણ, ફસાડ (Facade) લાઇટિંગ, 'એકતા પ્રકાશ પર્વ', યુનિટી ગ્લો ગાર્ડનનું અપગ્રેડેશન અને 9 મીટર લાંબી 2 નવી એર-કન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ.

₹118.88 કરોડના 8 વિકાસકાર્યોનું કરાશે ખાતમુહૂર્ત

પ્રવાસન ક્ષેત્રે નવા આયામો ઉમેરવાની સાથે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ₹118.88 કરોડના ખર્ચે 8 મહત્વના વિકાસકાર્યોનું શિલાન્યાસ કરવામાં આવશે:

ગોરા-ભાણદ્રા રોડ: ₹59.32 કરોડના ખર્ચે નવો માર્ગ.

  • સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ: ₹36.58 કરોડના ખર્ચે ઝીરો વેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ.
  • બ્રિજ અને ગાર્ડન વિકાસ: ₹7.72 કરોડના ખર્ચે ખલવાણી બ્રિજનો વિકાસ અને ₹5.79 કરોડના ખર્ચે કેકટસ તથા બટરફ્લાય ગાર્ડનનો એકીકૃત વિકાસ.
  • અન્ય પ્રોજેક્ટ્સ: ₹5.15 કરોડના ખર્ચે ખલવાણી ઇકો ટુરિઝમનો વિકાસ, વાઘડિયા રોડનું વિસ્તરણ અને સરદાર સરોવર ડેમ માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનું નિર્માણ.

સ્ટેચ્યુ ઑફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરનું ટૂરિઝમ હબ બનાવવા માટે નવા આકર્ષણો અને આધુનિક સુવિધાઓ સતત ઉમેરવામાં આવી રહી છે, જેથી અહીં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધા અને અનન્ય અનુભવ પ્રાપ્ત થાય.