Narmada: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોજી ગામમાં એક યુવતીના આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં પુત્રીને લાગી આવતા તેણીએ ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નાંદોદ તાલુકાના મોજી ગામમાં આવેલ જૂના ફળિયામાં રહેતી હસીના વસાવા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેની મોત નીપજ્યું હતુ. આ બાબતે મૃતક યુવતીના પિતા હરેશ વસાવાએ પોલીસને જાણ કરતાં રાજપીપળા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં, હરેશ વસાવાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં તેમની પુત્રી હસીનાને મનમાં લાગી આવ્યું હતુ. જેના કારણે તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
