Narmada: નર્મદા ડેમની સપાટી 137.86 મીટરે પહોંચી; પૂર્ણ ક્ષમતાથી ગણતરીના સેન્ટિમીટર દૂર

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટીને 9,643 ક્યુસેક થઈ છે. ડેમની સપાટી 137.86 મીટરે પહોંચી છે અને 138.68 મીટરની મહત્તમ સપાટીથી ગણતરીના સેન્ટિમીટર દૂર છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 21 Sep 2026 02:53 PM (IST)Updated: Mon, 21 Sep 2026 02:53 PM (IST)
narmada-dam-water-level-137-86-meter-water-inflow-9643-cusecs-full-capacity-gujarat

Narmada Dam Water Level: રાજ્યની જીવનરેખા ગણાતી સરદાર સરોવર નર્મદા ડેમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલમાં ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 9, 643 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ચોમાસાની સીઝન દરમિયાન પાણીની આવકમાં થયેલા આ ઘટાડાને લીધે ડેમની વર્તમાન સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. જોકે, ઉપરવાસમાંથી પાણીનો સીધો પ્રવાહ ધીમો પડવા છતાં ડેમમાં પૂરતા પ્રમાણમાં જળ રાશિ સંગ્રહિત છેય

ડેમની સપાટી 137.86 મીટરે પહોંચી

નર્મદા ડેમની વર્તમાન જળસપાટીની વાત કરીએ તો તે હાલ 137.86 મીટરે પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. એટલે કે, હવે ડેમ તેની પૂરતી ક્ષમતાથી માત્ર ગણતરીના સેન્ટીમીટર જ દૂર છે. વર્તમાન સ્થિતિએ ડેમમાં પાણીની આવક 9,643 ક્યુસેક છે. જેની સામે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 9,130 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. તેમજ હાલ નર્મદા ડેમમાં 5.497.60 મિલિયન ક્યુબુક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે રાજ્ય માટે રાહતરુપ સમાચાર છે.

વિદ્યુત મથકોના સંચાલનમાં પણ ફેરફાર

પાણીની ઘટાડેલી આવકના પગલે વિદ્યુત મથકોના સંચાલનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ નર્મદા ડેમ ખાતે આવેલા રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઈન પૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના માત્ર 2 ટર્બાઈન જ કાર્યરત રાખવામાં આવ્યા છે. આમ, પાણીની આવક-જાવક અને વીજ ઉત્પાદન બંને ક્ષેત્રે તંત્ર દ્વારા હાલની પરિસ્થિતિ મુજબ પાણીના જથ્થાનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.