Gujarat Rain Report september 12: ગુજરાતમાં મેઘરાજાની મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં 11 સપ્ટેમ્બર સવારે 06:00 વાગ્યાથી 12 સપ્ટેમ્બર સવારે 06:00 વાગ્યા સુધીના વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી ડેટા અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના કુલ 13 તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
નર્મદા જિલ્લામાં સૌથી વધુ વરસાદ
વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સગબારા તાલુકામાં 0.39 ઇંચ નોંધાયો હતો. ત્યાર બાદ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં 0.35 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
તાપી અને દાહોદ જિલ્લાની સ્થિતિ
તાપી જિલ્લાના કુકરમુંડા અને છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ જિલ્લાના લીમખેડા અને દાહોદ તાલુકામાં 0.16 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ દેવગઢબારિયા તાલુકામાં 0.12 ઇંચ વરસાદ થયો છે.
છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સ્થિતિ
તાપીના નિઝર, છોટાઉદેપુરના નસવાડી અને દાહોદના ધાનપુર તાલુકામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે. નર્મદાના ડેડિયાપાડા, ભરૂચના નેત્રંગ અને છોટાઉદેપુરના કડવાલ તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
