LIVE BLOG

72nd National Film Awards Winners: 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કોને મળ્યો કયો એવોર્ડ? જુઓ બેસ્ટ ફિલ્મ, એક્ટર, એક્ટ્રેસ અને ડિરેક્ટરની યાદી

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન ગુજરાતના કેવડિયા ખાતે એકત નગરમાં થયું છે. આજે તમામ વિજેતાઓને સન્માનિત કરવામાં આવશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 22 Sep 2026 04:59 PM (IST)Updated: Tue, 22 Sep 2026 05:47 PM (IST)
72nd-national-film-awards-winners-best-film-actor-actress-and-director-full-list-lb

72nd National Film Awards Winners List: ભારતીય સિનેમાના ઈતિહાસમાં આજે એક નવો સુવર્ણ અધ્યાય જોડાઈ ગયો છે. અત્યાર સુધી દેશની રાજધાની દિલ્હીમાં જ યોજાતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો (National Film Awards) આ સિલસિલો પહેલીવાર દિલ્હીની બહાર નીકળીને ગુજરાતની પવિત્ર અને પ્રેરણાદાયી ધરતી પર પહોંચ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ની ભવ્ય છાયા અને નર્મદાના તટ પર આવેલા કેવડિયાના એકતા નગર ખાતે 72મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સનો ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો છે.

દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના વરદ હસ્તે ભારતીય સિનેમાના સિતારાઓને વર્ષ 2026ના આ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આ વિશેષ પ્રસંગે ગુજરાતમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોનો જમાવડો થયો છે.

22 Sep 2026, 05:47 PM

ટેકનિકલ અને અન્ય શ્રેણીઓ

બેસ્ટ સિનેમેટોગ્રાફી: 'લાઇફ ઇન લૂમ' (Life in Loom) ફિલ્મ માટે એડમન્ડ રેન્સન.

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: તમિલ ફિલ્મ 'બ્લૂ' (Blue) માટે સાઉન્ડ ડિઝાઇનર હરિ હરા સુદમ.

બેસ્ટ એડિટિંગ: ફિલ્મ 'NDA' માટે માનવીર જસરોટિયા.

બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન: મરાઠી ફિલ્મ 'પરત 41°ચ્યા માગાવર' (Parat 41° Chya Magavar) માટે શિવપાલ સિંહ કાંગ.

બેસ્ટ નેરેટર / વોઇસ ઓવર: 'લિટિલ પ્લેનેટ: અ ટેલ ઓફ ફ્રોગ્સ' માટે સૌંદર્યા જયચંદ્રન.

બેસ્ટ સ્ક્રીપ્ટ: વર્ષ 2024માં આવેલી કશ્મીરી શોર્ટ ફિલ્મ 'ઓબુર' (Obur) માટે ફારાઝ અલી.

બેસ્ટ એનિમેશન ફિલ્મ: સાયન્ટ ફિલ્મ 'ટચ્ડ એઝ અ વોટર ફિલ્મ' માટે ડિરેક્ટર, પ્રોડ્યુસર અને એનિમેટર જોશી બેનેડિક્ટ.

બેસ્ટ શોર્ટ ફિલ્મ: મરાઠી શોર્ટ ફિલ્મ 'હમસફર' (Hamsafar) - જેના નિર્માતા અને દિગ્દર્શકને આ સન્માન પ્રાપ્ત થયું છે.

22 Sep 2026, 05:47 PM

પ્રાદેશિક શ્રેષ્ઠ ફિલ્મો (Regional Films)

બેસ્ટ મરાઠી ફિલ્મ: મરાઠી ફિલ્મ 'મુક્કમ પોસ્ટ બોમ્બિવાડી' (Mukkam Post Bombivadi)

બેસ્ટ ઓડિયા ફિલ્મ: અમર્ત્ય ભટ્ટાચાર્ય દ્વારા નિર્મિત ફિલ્મ 'લહરી' (Lahari)

બેસ્ટ તેલુગુ ફિલ્મ: યાદુ વામસીની ફિલ્મ 'કમિટી કુરોલ્લુ' (Committee Kurrollu)

બેસ્ટ ગઢવાલી ફિલ્મ: ગઢવાલી ભાષાની ફિલ્મ 'ધોલી' (Dholi)

બેસ્ટ તુલુ ફિલ્મ: તુલુ ભાષાની ફિલ્મ 'ઇમ્બુ' (IMBU) - આ અવોર્ડ ફિલ્મના નિર્માતા (પ્રોડ્યુસર) અને દિગ્દર્શક (ડિરેક્ટર) દ્વારા મંચ પર સ્વીકારવામાં આવ્યો હતો.

22 Sep 2026, 05:47 PM

સ્પેશિયલ મેશન (Special Mention):

  • અભિનેતા ધનુષને તેમની ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સ્પેશિયલ મેશન અવોર્ડ એનાયત થયો છે.
  • ફિલ્મ 'છોલા ડોરા' અને 'સુઈ' માટે લોકેશ ઘઈ અને જૈમિન મોદી.
  • મલયાલમ ફિલ્મ 'ભદ્ર કાલી નાટકમ્' માટે આનંદ જ્યોતિ પલકપ્પિલ્લી.
22 Sep 2026, 05:47 PM

મુખ્ય વિશેષ અવોર્ડ્સ અને વિજેતાઓ

બેસ્ટ ડાયરેક્શન (સ્વર્ણ અવોર્ડ): 'સ્ટેચ્યુ ઓફ યુનિટી: એકતા કા પ્રતીક' (Statue of Unity: Ekta Ka Prateek) માટે ડિરેક્ટર આનંદ એલ. રાયને સર્વોચ્ચ સ્વર્ણ અવોર્ડથી નવાજવામાં આવ્યા છે.

બેસ્ટ કોરિયોગ્રાફી: બ્લોકબસ્ટર ફિલ્મ 'સ્ત્રી 2' (Stree 2) માં અભિનેત્રી તમન્ના ભાટિયાના લોકપ્રિય ડાન્સ નંબર માટે કોરિયોગ્રાફર વિજય ગાંગુલીને નેશનલ અવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્શન ડાયરેક્શન: થલાપતિ વિજયની ચર્ચિત તમિલ ફિલ્મ 'મહારાજા' (Maharaja) માટે સ્ટંટ કોરિયોગ્રાફર અનલ અરાસુને શ્રેષ્ઠ એક્શન ડાયરેક્શનનો અવોર્ડ મળ્યો છે.

22 Sep 2026, 05:19 PM

દાદાસાહેબ ફાળકે અવોર્ડથી અનંત નાગ સન્માનિત

ભારતીય ફિલ્મ જગતમાં પોતાના અભિનયના અમીટ છાપ છોડનાર અને 300થી વધુ ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર પીઢ અભિનેતા અનંત નાગ (Anant Nag)ને ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ સિનેમા સન્માન એવા 'દાદાસાહેબ ફાળકે અવોર્ડ' (Dadasaheb Phalke Award) થી સન્માનિત કરવામાં આવ્યા છે.

22 Sep 2026, 05:19 PM

બેસ્ટ એક્ટર

કાર્તિક આયર્ન અને મામુટી (સંયુક્ત વિજેતા) આ વર્ષે શ્રેષ્ઠ અભિનેતા (Best Lead Actor)નો ખિતાબ બે શાનદાર કલાકારો વચ્ચે વહેંચાયો છે.

કાર્તિક આયર્ન: પોતાની ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં અદ્ભુત અને પ્રેરણાદાયી અભિનય માટે કાર્તિક આયર્નને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

મામુટી: સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામુટીને તેમની હોરર-થ્રિલર ફિલ્મ બ્રહ્મયુગ્મ (Brahayugam) માટે આ સર્વશ્રેષ્ઠ સન્માન મળ્યું છે.

એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાની ખુશી વ્યક્ત કરતા મામુટીએ જણાવ્યું હતું કે- દેશભરમાંથી આવો આદર અને ઓળખ મળવી એ કોઈપણ કલાકાર માટે સૌથી મોટી પ્રેરણા છે. આ ચોથીવાર છે જ્યારે મને આ સન્માન મળ્યું છે અને લાંબા સમય સુધી દર્શકોનું મનોરંજન કરી શક્યો તેનો મને ગર્વ છે.

22 Sep 2026, 05:10 PM

બેસ્ટ એક્ટ્રેસ

અભિનેત્રી યામી ગૌતમ (Yami Gautam)ને તેમની વર્ષ 2024માં આવેલી ચર્ચાસ્પદ અને દમદાર ફિલ્મ 'આર્ટિકલ 370' (Article 370) માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress) ના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. યામીના અભિનયની સરાહના દેશભરમાં થઈ હતી.

22 Sep 2026, 05:10 PM

અન્ય મહત્વપૂર્ણ વિજેતાઓ અને વિશેષ પુરસ્કારો

ક્રમ પુરસ્કારની શ્રેણી ફિલ્મનું શીર્ષક અને ભાષા વિજેતા (નિર્માતા/નિર્દેશક/કલાકાર)
1 શ્રેષ્ઠ ફીચર ફિલ્મ આર્ટિકલ 370 (હિન્દી) નિર્માતા: જિયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝનિર્દેશક: આદિત્ય સુહાસ જાંભલે
2 નિર્દેશકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ સ્વાતંત્ર્ય વીર સાવરકર (હિન્દી) નિર્દેશક: રણદીપ હુડ્ડા
3 શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજક ફિલ્મ કલ્કી 2898 એડી (તેલુગુ) નિર્માતા: વૈજયંતી મુવીઝનિર્દેશક: નાગ અશ્વિન સિંગીરેડ્ડી
4 રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોની ફિલ્મ કેપ્ટન મિલર (તમિલ) નિર્માતા: સત્ય જ્યોતિ ફિલ્મ્સનિર્દેશક: અરુણ માથેસ્વરન
5 શ્રેષ્ઠ બાળ ફિલ્મ 35- ચિન્ના કથા કાદુ (તેલુગુ) નિર્માતા: એસ ઓરિજિનલ્સ અને વોલ્ટેયર પ્રોડક્શન્સનિર્દેશક: નંદા કિશોર ઈમાની
6 શ્રેષ્ઠ નિર્દેશન અમરન (તમિલ) નિર્દેશક: રાજકુમાર પેરિયાસામી
7 અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા ભ્રમયુગમ (મલયાલમ)ચંદુ ચેમ્પિયન (હિન્દી) મમ્મુટીકાર્તિક આર્યન
8 અગ્રણી ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી આર્ટિકલ 370 (હિન્દી) અભિનેત્રી: યામી ગૌતમ
9 સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા ભક્ષક (હિન્દી) સહાયક અભિનેતા: સંજય મિશ્રા
10 સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી મહારાજા (તમિલ)મિથ્યા (કન્નડ) સહાયક અભિનેત્રી: સચના નમિદાસસહાયક અભિનેત્રી: રૂપશ્રી વરકાડી
11 શ્રેષ્ઠ બાળ કલાકાર મિથ્યા (કન્નડ), 35- ચિન્ના કથા કાદુ (તેલુગુ), ઓન્કો કી કોથિન (બંગાળી) અતિશ એસ શેટ્ટી, અરુણદેવ પોથુલા, રિદ્ધિમાન બેનર્જી, તપોમય દેબ, ગીતાશ્રી ચક્રવર્તી
22 Sep 2026, 05:10 PM

ગુજરાત માટે કેમ ખાસ છે આ ક્ષણ?

ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક ઇતિહાસમાં આ પહેલો એવો અવસર છે જ્યારે દેશના આટલા મોટા રાષ્ટ્રીય સ્તરના ફિલ્મ પુરસ્કારોનું આયોજન રાજ્યમાં થયું છે. એકતા નગર (કેવડિયા) ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી, જ્યાં દેશભરના દિગ્ગજ કલાકારો અને નિર્માતાઓએ હાજરી આપીને ગુજરાતના આતિત્યભાવના વખાણ કર્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે વિજેતાઓને સન્માનિત થતા જોઈ સમગ્ર ગુજરાત અને દેશના ફિલ્મ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.