Vadtal Dham Rath Yatra 2026: ભગવાન સ્વામિનારાયણની કૃપા પાત્ર નગરી વડતાલધામ નિજ મંદિરમાં આજે રથયાત્રા ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. મંદિરના ઘુમ્મટમાં ઠાકોરજીને સોના-ચાંદીના રથમાં બિરાજમાન કરાયા હતા.

રથયાત્રાના પ્રારંભમાં ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યો હતું. રથયાત્રા ઉત્સવના યજમાન લોકેશ પ્રસાદ સ્વામીની પ્રેરણાથી વિનુભાઈ હરજીવનદાસ સોની તથા શ્વેતાબેન પ્રશાંતભાઈ સોની પરિવાર વિદ્યાનગરના યજમાન પદે ધામધૂમથી ઉજવાયો હતો. રથયાત્રાના દિવસે ખુદ ભગવાન જગદીશ્વર જગન્નાથ ભક્તોને દર્શન આપવા માટે તેમના દ્વારા પહોંચે છે.

આ તકે વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંત વલ્લભદાસ સ્વામીએ જણાવ્યું કે, વિશ્વવિખ્યાત જગન્નાથ રથયાત્રામાં 225 વર્ષ પહેલા આજના દિવસે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી રૂપે રફમાં બિરાજીને નગરયાત્રા કરી હતી.
-1784198010160.jpeg)
એવું કહેવાય છે કે, રથયાત્રામાં જે ભક્તો સહભાગી થઈને ભગવાનના રથને ખેંચે છે, તેમના તમામ દુઃખ-દર્દ અને કષ્ટો સમાપ્ત થઈ જાય છે અને એમને સો યજ્ઞ કરવા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

નિજ મંદિરમાં બ્રહ્મચારી પ્રભાનંદજી દ્વારા ઠાકોરજીનું પૂજન તથા આરતી ઉતારવામાં આવી હતી. પાંચ આરતી બાદ ભક્તોને જાંબુ, કેરી, કાકડી અને મગનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર રથયાત્રા ઉત્સવની વ્યવસ્થા અને સંચાલન ગુણસાગર સ્વામી તથા હીરા ભગતે કર્યું હતું.
-1784198041382.jpeg)

