VIDEO: ખેડામાં ભાઈબીજની રાતે અનોખી આતશબાજી, રૂ.5 લાખના ખર્ચે તૈયાર થયેલી કોઠીઓ વડે રમાયું પરંપરાગત 'કોઠી યુદ્ધ'

ખેડા શહેરમાં ભાઈબીજની રાત્રે દાયકાઓ જૂની 'કોઠી યુદ્ધ'ની પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવી, જેમાં કાછીયાપોળ અને ભાવસારવાડના રહીશો આતશબાજીભર્યા મુકાબલામાં જોડાયા. આ અનોખી ઉજવણી પાછળ ભાઈચારો અને ઉત્સવનો આનંદ માણવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે, જે 4-5 લાખના ખર્ચે તૈયાર કરાયેલી કોઠીઓ વડે રમાય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 12 Nov 2026 03:35 PM (IST)Updated: Thu, 12 Nov 2026 03:35 PM (IST)
kheda-thrilling-kothi-yuddh-played-in-complete-darkness-on-bhai-dooj-night-150-youths-uphold-42-year-old-tradition

Kheda Kothi Yuddh: ખેડા શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના પર્વ નિમિત્તે પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રે દાયકાઓ જૂની અને અનોખી 'કોઠી યુદ્ધ'ની પરંપરા ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. આ રોમાંચક આતશબાજીભર્યા મુકાબલાને નિહાળવા માટે ખેડા શહેર ઉપરાંત આસપાસના ગામો અને શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

લાઈટો બંધ કરીને અંધારામાં આતશબાજીનો રોમાંચક જંગ

પરા દરવાજા વિસ્તારમાં આવેલી કાછીયાપોળ અને ભાવસારવાડના સ્થાનિક રહીશો સામસામે આવીને આ સાહસિક રમત રમે છે. રમતની શરૂઆત કરતા પહેલાં સમગ્ર વિસ્તારની લાઈટો બંધ કરી દેવામાં આવે છે, જેથી અંધકારમાં કોઈ કોઈનું મોઢું જોઈ ન શકે અને માત્ર આતશબાજીનો રોમાંચ જળવાઈ રહે.

Kaali Kheti Trailer Out: જેકી શ્રોફ અને શરદ કેલકરની 'કાલી ખેતી'નું ટ્રેલર રિલીઝ, ફિલ્મ 20 નવેમ્બરે મોટા પડદે આવશે

ભાઈબીજની રાત્રે બંને પક્ષ દ્વારા આકાશમાં હવાઈ છોડીને યુદ્ધનો વિધિવત આરંભ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સળગતી કોઠીઓ સામસામે મૂકીને એકબીજાને પાછળ ખસેડવાનો દિલધડક મુકાબલો જામ્યો હતો. આ ઉજવણી પાછળ કોઈ દુશ્મનાવટ નહીં, પરંતુ આપસી ભાઈચારો અને ઉત્સવનો આનંદ માણવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે.

આ અનોખી રમત માટેની તૈયારીઓ નવરાત્રિના સમયથી જ શરૂ કરી દેવામાં આવે છે. સ્થાનિક યુવાનો જાતે માટીમાંથી મોટી સાઈઝની કોઠીઓ તૈયાર કરે છે અને ત્યાર બાદ તેને વસો લઈ જઈને તેમાં ખાસ પ્રકારનો દારૂખાનાનો પાવડર ભરવામાં આવે છે. આ સમગ્ર ઉત્સવ માટે અંદાજે 4 થી 5 લાખ રૂપિયાના ખર્ચે કોઠી અને હવાઈ તૈયાર કરવામાં આવે છે.

 યુવાનો હાથમાં ગ્લોવ્ઝ, પગમાં જીન્સના બે પેન્ટ અને મોંઢા પર રૂમાલ બાંધી યુદ્ધમાં ઉતરે

ભાવસાર અને કાછિયા સમાજના બંને તરફથી 60 થી 70 લોકો મળીને કુલ 150થી વધુ યુવાનો અને મોટેરાઓ આ ઉત્સવમાં જોડાય છે. અગાઉ વાંસમાંથી બનેલી નાની કોઠીઓ વપરાતી હતી, પરંતુ સમય બદલાતા હવે માટીની મોટી કોઠીઓનો ઉપયોગ થાય છે.

છેલ્લા 42 વર્ષથી વધુના ઇતિહાસમાં આ રમત દરમિયાન કોઈને પણ ગંભીર ઈજા પહોંચી નથી. જો કોઈ સામાન્ય રીતે દાઝે તો ઘરે જ બનાવેલા દેશી મલમથી તેનો ઉપચાર કરવામાં આવે છે.

 

સ્થાનિક યુવાન રોહન ભાવસારે જણાવ્યું હતું કે, બાપદાદાની પેઢીઓથી ચાલી આવતો આ ઉત્સવ અગાઉ 10 દિવસ સુધી ચાલતો હતો, પરંતુ વધતી મોંઘવારીના કારણે હવે માત્ર નવા વર્ષ અને ભાઈબીજના દિવસે જ ઉજવાય છે. યુવા પેઢી મોટાઓને જોઈને આ રમત શીખી છે અને આગામી પેઢી પણ આ પરંપરા જાળવી રાખે તેવા પ્રયત્નો કરાય છે.

રમત દરમિયાન સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે યુવાનો હાથમાં ગ્લોઝ, પગમાં જીન્સના બે પેન્ટ પહેરે છે તેમજ માથા અને મોઢા પર રૂમાલ બાંધીને મેદાનમાં ઉતરે છે. આ ભવ્ય અને રોમાંચક ઉજવણીએ સૌના આકર્ષણનું કેન્દ્ર બનીને અનોખી સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખી હતી.