Mahudha Nagarpalika Election Result 2025: સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાજપની ફરી એક વખત ચાણક્ય નીતિ જોવા મળી છે. ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપને પૂર્ણ બહુમતી મળી છે, તો બીજી તરફ ડાકોર નગરપાલિકામાં ભાજપ અને અપક્ષને સરખે સરખી બેઠકો મળી હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાઓની તેમજ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી પણ યોજાઇ હતી.જે બાદ આજરોજ સવારે 9:00 કલાકેથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારથી જ ઉમેદવારો તેમના સમર્થકો સાથે મત ગણતરી કેન્દ્ર પર એકત્ર થઈ ગયા હતા. ભાજપે તો શરૂઆતથી જ પોતાની જીતનો આથાવાદ વ્યક્ત કરી દીધો હતો. જે ખરો સાબિત થયો છે.
આ પણ વાંચો
ખેડા જિલ્લાની મહાનગરપાલિકામાં પ્રથમવાર ભાજપને પૂર્ણ બહુમતી મળી છે. 24 સીટમાંથી ચૌદ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ મહાનગરપાલિકામાં હવે શાસન કરશે. અત્યાર સુધી અપક્ષ અને કોંગ્રેસ પ્રેરિત શાસન ચાલતું હતું. ત્યારે પ્રથમ વાર મળતા વિધાનસભા જીત્યા બાદ હવે પ્રથમવાર મહુધા નગરપાલિકા પણ ભાજપના ફાળે આવી છે.
જ્યારે બીજી તરફ ડાકોર નગરપાલિકાની મત ગણતરીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી. જેમાં કુલ 28 સીટમાંથી બિનહરીફ સહિત 14 સીટ ભાજપને મળી છે તો 14 સીટ ઉપર અપક્ષનો વિજય થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષને સરખે સરખી બેઠકો મળી છે. અગાઉ ડાકોર નગરપાલિકામાં ભાજપ એ 5 સીટ બિનહરીફ મેળવી હતી.
