Nadiad News: ભારતની દિકરી સુનીતા વિલીયમ્સ નવ મહિનાની સફર બાદ અવકાશમાંથી હેમખેમ પરત પૃથ્વી પર આવી છે. આ માટે સૌ ભારતવાસીઓ પ્રભુને પ્રાર્થના કરતા હતા. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે આવેલ અક્ષરમૂર્તિ ગોપાળાનંદસ્વામીના આસને વડતાલ મંદિરના સંતો હરિભક્તો દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી સહિત વડતાલ સંસ્કૃત પાઠશાળાના સંતો, ભુદેવો પાર્ષદો તથા વિદ્યાભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સહુ સંતો તથા હરિભક્તો જોડાયા હતા.
સંતો અને ભક્તો દ્વારા અવકાશમાં યાનમાં આંતરિક ખામીના કારણે ભારતની દિકરી સુનીતા પંડ્યા યાને સુનીતા વિલીયમ્સ ફસાયા હતા. તેઓએ અવકાશમાં 285 દિવસની સફર બાદ એલન મસ્કની કંપની સ્પેસ એક્સનું ડ્રેગન અવકાશયાન 17 કલાકની સફર પછી ફલોરીડાના દરિયાકાંઠે ભારતીય સમય પ્રમાણે સવારે 3.27 કલાકે ઉતરતા ભારત તથા યુએસએના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્પેસ એક્સ ડ્રેગનનું સફર ઉતરાયણ થતા સહુ ભારતીય નાગરિકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી.
