Morbi News: મોરબીનાં મહારાણી વિજયરાજ કુંવરબાનું 97 વર્ષની વયે નિધન, રાજવી પરિવારમાં શોકની લાગણી

મોરબીનાં મહારાણી વિજયરાજ કુંવરબાનું 97 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈથી ચાર્ટર પ્લેન દ્વારા તેમનો પાર્થિવદેહ રાજકોટ થઈ મોરબી લાવવામાં આવશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 17 Oct 2026 02:45 PM (IST)Updated: Sat, 17 Oct 2026 02:45 PM (IST)
morbi-royal-family-maharani-vijayraj-kunverba-death-at-age-97
AI IMAGE

Maharani Vijayraj Kunverba Death: મોરબી રાજ પરિવારના વરિષ્ઠ સભ્ય અને દિવંગત મહારાજા મહેન્દ્રસિંહજીના ધર્મપત્ની મહારાણી વિજયરાજ કુંવરબાનું 97 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનના સમાચાર વાયુવેગે સમગ્ર મોરબીમાં ફેલાતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જ્યારે રાજવી પરિવારના સભ્યો, શુભેચ્છકો અને નગરજનો દ્વારા મહારાણી સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવીને શોકની લાગણી અર્પણ કરી રહ્યા છે.

મુંબઈથી ચાર્ટર પ્લેનમાં પાર્થિવદેહ રાજકોટ લવાશે

મળતી માહિતી પ્રમાણે, મહારાણી વિજયરાજ કુંવરબાના પાર્થિવ શબને મુંબઈથી ચાર્ટર પ્લેનમાં માધ્યમથી રાજકોટમાં લાવવામાં આવશે, ત્યારબાદ આજે સાંજે પાર્થિવ દેહ મોરબી પહોંચશે. મહારાણી વિજયરાજ કુંવરબા મોરબીના રાજ પરિવારના વરિષ્ઠ સભ્ય હતા. તેઓ દિવંગત મહારાજા મહેન્દ્રસિંહજીના ધર્મપત્ની હતા. રાજવી પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં સામાજિક અને લોકકલ્યાણના કામોમાં પણ તેઓ અગ્રેસર રહેતા હતા.

મોરબીમાં શોકની લાગણી

મહારાણી વિજયરાજ કુંવરબાના નિધનથી મોરબીના રાજવી પરિવાર સહિત નગરજનોમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે. રાજકીય અગ્રણીઓ, સામાજિક સંગઠનો અને શુભેચ્છકો દ્વારા તેમના અવસાન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.