Morbi News: વાંકાનેરના પાંચદ્વારકામાં ફૂડ પોઇઝનિંગની અસર થતા એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને પુત્ર સહિત ચારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો પરિવાર હાલ કામ અર્થે વાંકાનેરના પાંચદ્વારકા ગામની સીમમાં રહે છે અને મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. આ પરિવારના અનિલભાઈ છગનભાઈ ડાવર, તેમના પત્ની અને પુત્ર તથા તેનમની સાથે રહેતા માયાબેન, બબલુભાઈને ગત 6 માર્ચના રોચ ભોજન લીધા બાદ ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. ભોજન લીધા બાદ માયાબેન અને અનિલભાઇને ઝાડા-ઉલટી થયા હતા.
પરિવારના અન્ય સભ્યોને પણ ઝાડા-ઉલ્ટી થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અનિલભાઈ ડાવરનુ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની, બાળક અને અન્ય સંબંધી માયાબેન અને બબલુભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
