Morbi: રાજકોટના યુવકે સ્નેપચેટના માધ્યમથી યુવતીને ફસાવી: અપહરણ કરીન દુષ્કર્મ આચર્યું,પોલીસ ફરિયાદ

મોરબીમાં સ્નેપચેટના માધ્યમથી સંપર્કમાં આવેલી એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બની છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 21 May 2026 04:54 PM (IST)Updated: Thu, 21 May 2026 04:54 PM (IST)
morbi-news-snapchat-kidnapping-rape-case-rajkot-accused-arrested

Morbi News: સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ દિનપ્રતિદિન વધી ગયો છે. જ્યાં યુવતીઓ કે સગીરાઓને ભોળવીને આરોપીઓ તેમનો ગેરફાયદો ઉઠાવતા હોય છે. મોરબીમાં સ્નેપચેટના માધ્યમથી સંપર્કમાં આવેલી એક યુવતીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કર્યાની ઘટના બની છે. યુવતીના અશ્લિલ ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આરોપીએ આપી હતી.

યુવકે સ્નેપચેટથી યુવતીને ફસાવી

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મોરબીના ગ્રામ્ય વિસ્તારની યુવતી રાજકોટમાં રહેતા સોહીલખાન પઠાણના સંપર્કમાં આવી હતી. બંને સ્નેપચેટના માધ્યમથી વાતો કરતા હતા. આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપીને મોરબીમાં મળવા આવતો હતો.

યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

આરોપી યુવકે 10 મેના રોજ રાત્રિના સમયે મોરબીની આયુષ હોસ્પિટલ પાસેથી યુવતીનું અપહરણ કર્યુ હતું. જે બાદ આરોપી યુવતીને રાજકોટ લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીના ફોટા પાડી લીધા હતા. આરોપી યુવકે યુવતીને જો તે તેના ઘરેથી ક્યાંય જશે તો તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આરોપી વિરુદ્ધ ગુનો દાખલ

યુવકે એમ પણ ધમકી આપી કે, જો તે આ બાબતે કોઈને જાણ કરશે તો ગળું દબાવીને મારી નાખશે. આ ઉપરાંત, આરોપીએ યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. પીડિત યુવતીની ફરિયાદને લઈને પોલીસે આરોપી યુવક સામે એટ્રોસિટી, દુષ્કર્મ અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.