Morbi News: વાંકાનેરમાં દારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યા

વાંકાનેરના હોલમઢના વૃદ્ધ મહિકા ગામે બાંધકામની સાઇટ જોવા જતા નશેડીઓએ તું અહીં કેમ આવ્યો તેમ કહી રિક્ષામાં રસીદગઢ ગામે લઇ જઇ મારી લૂંટી લીધા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Jan 2025 02:58 PM (IST)Updated: Thu, 30 Jan 2025 02:58 PM (IST)
morbi-news-drunkards-attack-break-old-mans-leg-drag-him-for-half-a-kilometer-in-wankaner
HIGHLIGHTS
  • ગાળો આપવાની ના પાડતા નસેડી શખ્સોએ વૃદ્ધનું રિક્ષામા અપહરણ કર્યું

Morbi News: વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા વૃદ્ધ મહીકા ગામે બાંધકામ સાઇટ જોવા ગયા હતા ત્યારે નસેડી શખ્સોએ તુ અહીંયા કેમ આવ્યો તેમ કહી ગાળો ભાંડી હતી. વૃદ્ધે ગાળો આપવાની ના પાડતા નસેડી શખ્સોએ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી રિક્ષામા અપહરણ કર્યું હતું. વૃદ્ધના પગ પર બેલા મારી પગ ભાંગી નાખ્યા બાદ નસેડી શખ્સોએ ઝાડીમાથી ઇજાગ્રસ્ત વૃદ્ધને અડધો કિલોમીટર સુધી ઢસડી રોડ પર ફેંકી દીધા હતા. એકઠા થયેલા લોકોએ વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા. ઇજાગ્રસ્ત વૃદ્ધે નશાખોર શખસોએ અપહરણ કરી માર મારી મોબાઇલ અને રૂપીયા 1500 ની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા અવચરભાઇ વશરામભાઇ સારલા નામના 60 વર્ષના વૃદ્ધ ગઇકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામા વાંકાનેર પાસે આવેલા મહીકા ગામે હતા ત્યારે બોખો દેવીપુજક સહીતના શખ્સોએ ઝઘડો કરી અવચરભાઇ સારલાને રિક્ષામા અપહરણ કરી રસીદગઢ ગામે ઝાડી ઝાખરામા લઇ જઇ પથ્થર અને બેલા વડે માર માર્યો હતો.

વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને વાંકાનેર પોલીસે વૃદ્ધનુ નિવેદન નોંધ્યુ હતુ.

હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા અવચરભાઇ સારલાની પ્રાથમીક પુછપરછમા તેઓ કડીયાકામ કરે છે અને મહીકા ગામે બાંધકામ સાઇટ જોવા માટે ગયા હતા ત્યારે હુમલાખોર શખ્સો દારૂ પીતા હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલા અવચરભાઇ સારલાને તુ અહીં કેમ આવ્યો તેમ કહી ગાળો ભાંડી હતી. જેથી અવચરભાઇ સારલાએ ગાળો આપવાની ના પાડતા નશાખોર શખસોએ અવચરભાઇ સાથે ઝઘડો કર્યો હતો.

ગળામા રહેલા મફલર વડે અવચરભાઇના હાથ બાંધી ધરાહાર રિક્ષામા બેસાડી દઇ રસીદગઢ ગામે ઝાડી ઝાખરામા લઇ જઇ ડાબા પગ પર બેલાના ઘા ઝીકી પગ ભાંગી નાખ્યો હતો અને ઇજાગ્રસ્ત હાલતમા કણસી રહેલા વૃદ્ધને નશાખોર શખસોએ ઝાડી ઝાખરામા અડધો કિલોમીટર સુધી ઢસડી રોડ પર ફેકી દીધા હતા. લોહી લુહાણ હાલતમા પડેલા વૃદ્ધને જોઇને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા. હુમલાખોર નશેડી શખ્સોએ રૂપીયા 1500 ની રોકડ અને મોબાઇલ ફોનની લુંટ ચલાવી હોવાનુ ઇજાગ્રસ્ત વૃદ્ધે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.