Morbi: 3 વર્ષના માસૂમ બાળક પર લૉડરનું વ્હીલ ફરી વળતા મોત, ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ દાખલ

લૉડરનું સૂપડું ઊંચુ થતાં અંદર રમી રહેલુ બાળક નીચે પટકાયુ અને ટાયરે ચગદી નાંખ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Oct 2024 04:29 PM (IST)Updated: Wed, 16 Oct 2024 04:29 PM (IST)
morbi-news-3-years-old-boys-died-in-accident-at-kalikanagar

Morbi: મોરબીના કાલિકાનગર ગામની સીમમાં બાળક લોડરના સૂપડામાં રમતુ હતુ, ત્યારે ભૂલથી ચાલકે સૂપડું ઊંચુ કરતાં બાળક નીચે પડ્યું હતુ. આ સાથે જ લૉડરનું વ્હીલ ફરી વળતા ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું મોત નીપજ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના વતની અને હાલ કાલિકાનગર ગામની સીમમાં રહેતા જીતેન ડાવર (21)એ લૉડરના ડ્રાઈવર સુનિલ મેડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, સુનિલ મેડાએ કાલિકાનગરની સીમમાં આવેલ તુલસી મિનરલ્સ કારખાનાના બોઈલ મિલ વિભાગમાં પોતાનું લોડર બેદરકારીપૂર્વ હંકારીને તેનું સૂપડું ઊંચુ કર્યું હતુ.

આ સમયે સૂપડામાં રમી રહેલો ફરિયાદી જીતેન ડાવરનો ત્રણ વર્ષીય દીકરો શિવા સૂપડામાંથી નીચે પટકાયો હતો. આ સમયે જ લોડરનું વ્હીલ માસૂમ શિવાની છાતીના ભાગે ફરી વળ્યું હતુ. જેથી ગંભીર ઈજાગ્રસ્ત શિવાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.