Morbi Crime News: મોરબી જિલ્લાના હજનાળી ગામમાં આવેલા પ્રખ્યાત શક્તિ માતાજીના મંદિરમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી છે. પવિત્ર ધાર્મિક સ્થળ પર થયેલી તસ્કરીથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર તેમજ રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
હજનાળી ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી ગર્ભગૃહ અને દાનપેટી કે અન્ય સ્થળોએ રહેલા કિંમતી સામાનની ચોરી રહી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ ચોરીમાં અંદાજે રૂપિયા 25 લાખ કે તેથી વધુ કિંમતના સોના અને ચાંદીના કિંમતી આભૂષણો ચોરાયા હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ
આ બનાવ અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનો દ્વારા તપાસ કરતા મંદિર પરિસરમાં કે આસપાસના વિસ્તારમાં લગાવેલા CCTV ફૂટેજ હાથ લાગ્યા છે, જેમાં શંકાસ્પદ ઈસમોની હિલચાલ સ્પષ્ટપણે નજરે પડી રહી છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ મોરબી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે અને ડોગ સ્ક્વોડ તેમજ ફોરેન્સિક ટીમની મદદ લેવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ દ્વારા મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોની ફરિયાદ નોંધીને આ આખી ચોરીના રેકેટનો પર્દાફાશ કરવા અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
