Gujarat Rain Report: ગુજરાતમાં મેઘમહેર, મોરબીના માળિયામાં રાજ્યનો સૌથી વધુ 5.16 ઈંચ વરસાદ; જાણો તાલુકાવાર વરસાદી આંકડા

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં 11 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 18 Sep 2026 07:49 AM (IST)Updated: Fri, 18 Sep 2026 07:49 AM (IST)
gujarat-rain-report-today-18-september-morbi-maliya-received-highest-131-mm-rainfall-monsoon-2026
Gujarat Rain Report Today, 18 September

Gujarat Rain Report Today, 18 September: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા 17 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી 18 સપ્ટેમ્બર 2026 ના સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મોરબી જિલ્લાનો માળિયા તાલુકો 131 મીમી (5.16 ઈંચ) વરસાદ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકામાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા છે.

માળિયા, દાંતા અને શંખેશ્વરમાં સાંબેલાધાર વરસાદ

24 કલાકના સમયગાળા દરમિયાન નોંધાયેલા મુખ્ય વરસાદી આંકડા અનુસાર મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 24 કલાકમાં કુલ 131 મીમી (5.16 ઈંચ) વરસાદ વરસી ગયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કુલ 91 મીમી (3.58 ઈંચ) વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં કુલ 85 મીમી (3.35 ઈંચ) વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં કુલ 71 મીમી (2.8 ઈંચ) વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ

રાજ્યના અન્ય મહત્વના તાલુકામાં વરસાદી આંકડા પર નજર કરીએ તો મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં કુલ 65 મીમી (2.56 ઈંચ) વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં કુલ 63 મીમી (2.48 ઈંચ) વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં કુલ 58 મીમી (2.28 ઈંચ) વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં કુલ 58 મીમી (2.28 ઈંચ) વરસાદ વરસ્યો છે, જેમાં રાત્રે 2:00 વાગ્યાથી 4:00 વાગ્યા વચ્ચે 40 મીમી વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં કુલ 58 મીમી (2.28 ઈંચ) વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કુલ 55 મીમી (2.17 ઈંચ) અને પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં 54 મીમી (2.13 ઈંચ) વરસાદ નોંધાયો છે.