Gujarat election 2026: અડાલજમાં ફ્લેટ'ને 1.6M ફોલોઅર્સ, ભાજપના ઉમેદવાર નેહા સુથાર પાસે કેટલી સંપત્તિ?

ભાજપે લોકગાયિકા અને ઈન્ફ્લુએન્સર નેહા સુથારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 17 Apr 2026 11:43 AM (IST)Updated: Fri, 17 Apr 2026 11:43 AM (IST)
vijapur-taluka-panchayat-election-2026-bjp-candidate-neha-suthar-net-worth-assets-property-details
HIGHLIGHTS
  • નેહા સુથારને ભાજપે મેદાને ઉતાર્યા છે
  • વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણી લડશે
  • નેહા સુથાર પાસે અમદાવાદમાં ફ્લેટ છે

Neha Suthar Net Worth, Vijapur Taluka Panchayat Election 2026: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા રણનીતિમાં ફેરફાર કરી કેટલાક પ્રસિદ્ધ અને યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ કડીમાં મોડેલ, અભિનેત્રી, ગાયિકા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા સુથારને ભાજપે મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા બેઠક પરથી ટિકિટ આપી છે.

ગુજરાતનું જાણીતું નામ નેહા સુથાર

નેહા સુથાર ગુજરાતની જાણીતી લોકગાયિકા, અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. મહેસાણા જિલ્લાના વિજાપુરથી 15 કિલોમીટર દૂર આવેલા સરદારપુર ગામના વતની નેહા સુથારે અનેક ગુજરાતી ગીતો અને મ્યુઝિક આલ્બમમાં મોડેલ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી છે. નેહા સુથાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન (16 લાખ જેટલા) ફોલોઅર્સ ધરાવે છે, જે દર્શાવે છે કે તેઓ યુવા વર્ગમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે.

કેટલી સંપત્તિ ધરાવે છે નેહા સુથાર?

સરદારપુર ગામના વતની નેહા સુથારે ઉમેદવારી પત્ર ભરતા સમયે પોતાની સંપત્તિની વિગત સોગંદનામામાં જાહેર કરી છે. આ વિગતો અનુસાર તેમની પાસે અડાલજમાં 20 લાખ રૂપિયાનો ફ્લેટ અને 9 લાખ રૂપિયાનું 6 તોલા સોનું છે. આ ઉપરાંત નેહા સુથાર પાસે રોકડ રકમના નામે 45 હજાર રૂપિયા છે, અને 43 હજાર રૂપિયાની બેંક FD છે. નેહા પાસે 25 લાખ રૂપિયાની પોલિસી પણ છે.

નેહા સુથાર મહેસાણા જિલ્લાની વિજાપુર તાલુકા પંચાયતની ફૂદેડા બેઠકથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે યુવા અને મહિલા મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે જ તેમને ટિકિટ આપી હોવાનું મનાય છે. ટિકિટ મળવા બદલ નેહા સુથારે ભારતીય જનતા પાર્ટીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

માસ્ટરપ્લાન અને 'નો રિપિટ થિયરી'

નોંધનીય છે કે, આ વખતની ચૂંટણીમાં ભાજપે 'નો રિપિટ થિયરી' અપનાવી છે, અને ઘણા જૂના દિગ્ગજોને પડતા મૂકીને નવા અને યુવા ચહેરાઓને તક આપી છે. મહેસાણામાં એક યુવા, લાખો ચાહકો ધરાવતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નેહા સુથારને ટિકિટ આપીને પક્ષે મહિલા નેતૃત્વ પર મોટો ભરોસો મૂક્યો છે.