Rajendra Chavda: રાજેન્દ્ર ચાવડાએ કડી વિધાનસભાના ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કર્યા

અધયક્ષે રાજેન્દ્ર ચાવડાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 16 Jul 2025 03:06 PM (IST)Updated: Wed, 16 Jul 2025 03:06 PM (IST)
rajendra-chavda-takes-oath-as-mla-from-kadi-assembly-constituency

Rajendra Chavda, Kadi Assembly Constituency: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે વિધાનસભા ખાતે કડી વિધાનસભા મત વિસ્તારના નવનિયુકત ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાને ધારાસભ્ય તરીકેના શપથગ્રહણ કરાવ્યા હતા. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રાજેન્દ્ર ચાવડાએ શપથ લીધા

ગુજરાતમાં 19 જૂનના બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં વિસાવદરથી આપના નેતા ગોપાલ ઈટાલિયા અને કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડાની જીત થઇ હતી. જેમાંથી આજે તારીખ 16 જૂનના રોજ ગોપાલ ઈટાલિયાએ અને રાજેન્દ્ર ચાવડાએ ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા.

કડી અને વિસાવદરની બેઠક કેમ ખાલી થઈ હતી ?

કડીમાં પૂર્વ ધારાસભ્ય કરસન સોલંકીના મૃત્યુના કારણે કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. આ સિવાય વિસાવદરમાં આપના ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતાં, જેના કારણે વિસાવદર બેઠક ખાલી હતી.