દાંતા પાસે વીજળી પડતા માલધારી સહિત 40થી વધુ બકરાઓના મોત

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Mon, 12 Sep 2022 12:54 PM (IST)Updated: Wed, 14 Sep 2022 06:27 PM (IST)
more-than-40-goats-including-a-cargo-killed-by-lightning-near-danta

બનાસકાંઠા.
દાંતાના અડેરણ પાસે એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે. બકરા ચરાવતા માલધારી યુવક પર વીજળી પડી છે જેમાં યુવક સહિત 40થી વધુ બકરાઓના મોત કરુણ મોત નિપજ્યાં છે. ગરીબ માલધારી પરિવારના માથે આભ ફાટી પડ્યું છે.

યુવક સાંજના સમયે માનેકનાથ ડુંગર વિસ્તારમાં સાંજના સમયે બકરા ચરાવવા ગયો હતો, જ્યાં એકાએક તેના પર વીજળી પડતા તેના સહિત 40થી વધુ બકરાઓના પણ મોત નિપજ્યા હતા. યુવકના મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે.