મહેસાણા: સતલાસણાના ખીલોડ ગામ પાસે યુવકે બોરડીની ડાળે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મહેસાણાના સતલાસણા તાલુકાના ખીલોડ ગામ નજીક અંબાજી મંદિર પાસે યુવકે અગમ્ય કારણોસર બોરડી સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. આપઘાત પહેલાં યુવકે 112 હેલ્પલાઈન પર જાણ કરી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 07 Oct 2026 08:07 AM (IST)Updated: Wed, 07 Oct 2026 08:07 AM (IST)
mehsana-satlasana-khilod-village-youth-commits-suicide-near-ambaji-temple-helpline-112

Mehsana News: મહેસાણા જિલ્લામાં એક યુવકે ગળેફાંસો ખાઈ લઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. યુવકે કયા કારણોસર પગલું ભર્યું તે અંગે મોટું રહસ્ય ઘેરાયું છે. સતલાસણાના ખીલોડ ગામે બનાવ સામે આવતાં સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ પોલીસે આ અંગે વધુ તપાસ શરુ કરી છે.

મળતી માહિતી મુજબ, ખીલોડ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે એક યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવને ટૂકાવી દીધો છે. જોકે, જ્યારે યુવકે આત્મઘાતી પગલું ભરતા પહેલા ઇમરજન્સી હેલ્પલાઈન 112ને તે આપઘાત કરે છે.

તે અંગે જાણ કરી હતી.જે ઘટના બાદ પોલીસે આ અંગે 108ને જાણ કરી હતી. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ યુવકે બોરડી સાથે ગળે ફાંસો ખાઈ લઈને જીવનો અંત આણી દીધો હતો.

પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને તેની તપાસ કરતાં તેની પાસે એક બેગ અને પાણીની બોટલ મળી હતી. જોકે, યુવકે કેમ આપઘાત કર્યો એ અંગે મોટો સવાલ ઉભો થયો છે.ઘટનાને પગસે ગામ લોકોમાં યુવકે કેમ આપઘાત કર્યો એ અંગે ચર્ચા શરુ થઈ છે.