Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના એક ગામમાં રહેતી સગીરાએ તેના બૉયફ્રેન્ડે શરીર સબંધ બાંધીને ગર્ભ રાખી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વિસનગર તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિસનગર તાલુકાના છેવાડા ગામમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના જ ગામમાં રહેતા કિશનજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. જ્યાં બન્ને વચ્ચે વાતચીત થતાં પ્રેમ પાંગર્યો હતો. ગત નવરાત્રિ દરમિયાન કિશનજીએ સગીરાને પ્રેમ સબંધ રાખવા દબાણ કર્યું હતુ. જે બાદ ત્રીજા નોરતે કિશનજીએ ફોન કરીને સગીરાને મળવા બોલાવી હતી.
બૉયફ્રેન્ડના બોલાવવા પર સગીરા મળવા ગઈ હતી. જ્યાં કિશનજીએ સગીરાને બાઈક પર બેસાડીને નજીકના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યા બાદ કિશનજીએ સબંધ કાપી નાંખ્યા હતા. એવામાં સગીરાને ગર્ભ રહી ગયો હોવાની શંકા જતાં તબીબને બતાવ્યું હતુ. તબીબી તપાસમાં સગીરા 6 મહિનાની ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. હાલ તો પોલીસે બૉયફ્રેન્ડ કિશનજી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.
