મહેસાણા ભાજપ કોર્પોરેટરનો ઓડિયો વાયરલ થયો, નીતિન પટેલ માટે આપત્તિજનક ભાષાનો પ્રયોગ, હાઈકમાન્ડ લેશે કડક પગલાં

મહેસાણાના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરુદ્ધ આપત્તિજનક ભાષાવાળો ઓડિયો વાયરલ થયો છે. ભાજપ હાઈકમાન્ડ આ મામલે તપાસ અને કડક કાર્યવાહી કરશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 24 May 2026 01:03 PM (IST)Updated: Sun, 24 May 2026 01:03 PM (IST)
mehsana-news-bjp-corporator-audio-viral-nitin-patel-action

BJP corporator audio controversy: મહેસાણા મનપાની ચૂંટણી પછી વોર્ડ 9માંથી ચૂંટાયેલા કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલની એક ઓડિયો ક્લિપ શુક્રવારના રોજ વાઈરલ થઈ હતી. આ વાઈરલ ક્લિપમાં તેઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશે આપતિજનક ભાષાનો પ્રયોગ કર્યો. જેમાં કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલે નીતિન પટેલનું પિક્ચર પૂરુ કરવાની વાત કરી હતી. આ વાતચીત લગભગ 5 મિનિટની હતી. જેમાં ચંદ્રકાન્ત પટેલે નાયબ મુખ્યમંત્રી માટે અશોભનીય વાતો કરી હોવાનું સામે આવ્યું હતું.

ભાજપ કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ થયો

વાઈરલ ઓડિયો ક્લિપ મુદ્દે નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ કેમ આવું બોલ્યા તે વ્યક્તિને જ પૂછવું જોઈએ અને અમે આ મામલે પાર્ટી હાઈકમાન્ડને જાણ કરી છે. વાઈરલ ઓડિયો ક્લિપમાં ચંદ્રકાન્ત પટેલ દ્વારા ઘણી આપતિજનક ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.ઉપરાંત અનામત આંદોલન અંગે વાઈરલ ઓડિયોમાં આક્ષેપ લગાવ્યો.

નીતિન પટેલે ઓડિયો જિલ્લા પ્રમુખને મોકલ્યો

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, મેં 10 દિવસ પહેલા જાણ્યું કે, ચંદ્રાકાન્ત પટેલે મારી વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો પ્રયોગ કર્યો છે. મારુ રાજકારણ પૂરૂ થઈ ગયું તેમ જણાવ્યું. આ ઓડિયો મળ્યો તે દરમિયાન હું પાર્લામેન્ટરી મીટિંગમાં વ્યસ્ત હતો. જે મીટિંગમાં મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે હતો. છતા મેં આ ઓડિયોને મહેસાણા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને મોકલી આપ્યો છે. આ મામલે પક્ષ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવાઈ છે.

પક્ષ દ્વારા કડક કાર્યવાહી લેવામાં આવશે

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, પાર્ટી વિરુદ્ધ કામ કરવા માટે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લા પ્રદેશ પ્રમુખ ગિરીશ રાજગોરના જણાવ્યા મુજબ, વાઈરલ ઓડિયો મુદ્દે કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલ પાસે સ્પષ્ટતા માંગવામાં આવશે. હાઈકમાન્ડના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા લેવામાં આવશે. હાલ બીજું વાઈરલ ઓડિયો અંગે માહિતી મળી નથી. આરોપો વચ્ચે ચંદ્રકાંત અને નીતિન પટેલ વચ્ચે તણાવ ઊભો થયો છે અને આ મામલો રાજકીય કાર્યવાહી હેઠળ છે.