મહેસાણા: નંદાસણ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, દબાણ કરી ગર્ભપાત કરાવનાર યુવક વિરુદ્ધ POCSO સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા ઠાકોર જયેશજી ભરતજી નામના યુવકે 16 વર્ષ અને 7 માસની વય ધરાવતી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 02 Nov 2026 11:02 AM (IST)Updated: Mon, 02 Nov 2026 11:02 AM (IST)
mehsana-nandasan-minor-girl-rape-pregnancy-forced-abortion-pocso-case
મહેસાણા ક્રાઇમ ન્યૂઝ

Nandasan Minor Rape Case: મહેસાણા જિલ્લાના નંદાસણ પંથકમાંથી સમાજને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષથી વધુ વયની એક માસૂમ સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવામાં આવી હતી. આટલું જ નહીં, સગર્ભા બનેલી સગીરા પર દબાણ લાવી પાંચ મહિનાનો ગર્ભ દૂર કરાવવા માટે ગોળીઓ ખવડાવી ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હોવાની ગંભીર બાબત બહાર આવી છે. આ સમગ્ર મામલે સગીરાની માતાએ નંદાસણ પોલીસ મથકે આરોપી યુવક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી જવા પામી છે.

લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ધનાલી ગામે રહેતા ઠાકોર જયેશજી ભરતજી નામના યુવકે 16 વર્ષ અને 7 માસની વય ધરાવતી સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી. આરોપી જયેશજીએ સગીરાને લલચાવી-ફોસલાવીને લગ્ન કરી લેવાની ખોટી લાલચો આપી હતી. ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અમાનવીય કૃત્યના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.

પાંચ મહિનાનો ગર્ભ દૂર કરાવવા ગોળીઓ આપતા ગર્ભપાત થયો

સગીરા ગર્ભવતી બન્યા બાદ આ મામલો અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો હતો. ગર્ભવતી બનેલી સગીરા કોઈ બાળકને જન્મ ના આપે તે માટે આરોપી જયેશજીએ તેના પર સતત ગર્ભપાત કરાવવા માટે ભારે દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. આરોપીના સતત માનસિક દબાણ અને ત્રાસને કારણે ભોગ બનનાર સગીરાએ પાંચ મહિનાનો ગર્ભ દૂર કરવા માટે ગર્ભપાતની ગોળીઓ ગળી લીધી હતી, જેના પરિણામે તેનો ગર્ભપાત થઈ ગયો હતો.

નંદાસણ પોલીસ સ્ટેશનમાં BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ

આ સમગ્ર ઘટનાની જાણ સગીરાના પરિવારજનોને થતાં જ આઘાત વ્યાપી ગયો હતો. ભોગ બનનાર સગીરાની માતાએ તાત્કાલિક નંદાસણ પોલીસ મથક પહોંચીને નરાધમ યુવક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ઠાકોર જયેશજી ભરતજી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 64(1), 64(2)(I), 55, 91 તેમજ પોક્સો (POCSO) એક્ટની કલમ 4, 5(જે)(2), 6, 8 અને 12 મુજબ ગુનો નોંધીને આરોપીની અટકાયત કરવા અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.