ગુજરાતની સિદ્ધિઓમાં વધુ એક કલગી, મહેસાણાના હેન્ડલૂમને મળી શકે GI ટેગ; કાશીના ડૉ. રજનીકાંતે કરી અરજી

અગાઉ ગુજરાતના 15 પરંપરાગત ઉત્પાદનોના GI ટેગ ફાઈલ કરવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 11:02 AM (IST)Updated: Mon, 12 Oct 2026 11:02 AM (IST)
mehsana-handloom-gi-tag-application-by-dr-rajnikant-gujarat-heritage

Mehsana Handloom GI Tag: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ જિલ્લા મહેસાણાના હેન્ડલૂમ (હાથશાળ) પ્રોડક્ટને GI ટેગ (જીયોગ્રાફિકલઈન્ડિકેશન / ભૌગોલિક સંકેતક) અપાવવા માટે અરજી કરવામાં આવી છે. કાશીના પદ્મશ્રી ડૉ. રજનીકાંતે આ માટે વિશેષ પહેલ કરી છે. આ પહેલ ગુજરાતના 15 પરંપરાગત ઉત્પાદનોના જીઆઈ ફાઇલ કર્યા બાદ કરવામાં આવી છે.

650 GI અરજી કરી ચૂક્યા છે ડૉ. રજનીકાંત

અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં 650 જેટલી GI અરજીઓ કરી ચૂકેલા કાશીના પદ્મશ્રી ડૉ. રજનીકાંતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના 15 પરંપરાગત ઉત્પાદનો, શિલ્પ, હેન્ડલૂમ અને આદિવાસી ઉત્પાદનોનું GI ફાઇલ કરવામાં આવ્યું છે. તેમાંથી આઠ ઉત્પાદનોને GI ટેગ મંજૂર પણ થઈ ગયા છે. મંજૂર થયેલા ઉત્પાદનોમાં સુરતના ડાયમંડનો પણ સમાવેશ થાય છે. હવે મહેસાણાના હેન્ડલૂમ પ્રોડક્ટને GI ટેગ મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે.

મહેસાણાનો 18મી સદી જૂનો ઈતિહાસ

મહેસાણાનો ઈતિહાસ 18મી શતાબ્દીથી ઉપલબ્ધ છે. ઉત્પાદનોના સંરક્ષણ અને સંવર્ધન માટે હવે ભૌગોલિક સંકેતક દ્વારા તેને બચાવવાનો અને આગળ વધારવાનો સંકલ્પ કાશીથી શરૂ કરવામાં આવ્યો છે. વર્ષ 1961 ની વસ્તી ગણતરી (જનગણના) માં મહેસાણાના કુટીર ઉદ્યોગમાં હાથશાળ વણાટનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે.