મહેસાણા: લાલજી પટેલની હાજરીમાં કડી ખાતે SPGની કારોબારી બેઠક, લગ્ન નોંધણી કાયદામાં સુધારા અને આંદોલનની રણનીતિ ઘડાઈ

લાલજી પટેલે એલાન કર્યું કે, સમાજના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન કરશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 14 Sep 2026 02:51 PM (IST)Updated: Mon, 14 Sep 2026 02:51 PM (IST)
lalji-patel-spg-executive-meeting-in-kadi-marriage-registration-law-reform-agitation-strategy
SPG Executive Meeting in Kadi

SPG Executive Meeting in Kadi: કડી સ્થિત ધ ગ્રાન્ડ હોટલ ખાતે સરદાર પટેલ સેવાદળ (SPG) મહેસાણા જિલ્લાની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. SPG ના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની ખાસ ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં પાટીદાર સમાજના જ્વલંત પ્રશ્નો અને સામાજિક મુદ્દાઓ અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં SPG ના હોદ્દેદારો અને સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

લગ્ન નોંધણી કાયદામાં સુધારા અને ભાગેડુ લગ્ન સામે અવાજ

આ બેઠકમાં સમાજના હિત માટે કેટલાક મુખ્ય મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં:

1. લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારો કરવા

2. ભાગેડુ લગ્ને પર કડક નિયંત્રણ મેળવવું

3. મૈત્રી કરાર પ્રથા સામે કાનૂની અને સામાજિક કાર્યવાહી કરવી

4. UGC મુદ્દે આગામી લડત અને આંદોલનની રણનીતિ ઘડવી

1200 રૂપિયાની સુરક્ષા કવચ યોજના અને 1 લાખ સભ્યોનું લક્ષ્ય

આ કારોબારી બેઠકમાં SPG દ્વારા સમાજના રક્ષણ અને કલ્યાણ અર્થે 1200 રૂપિયાની 'સુરક્ષા કવચ યોજના' અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 1 લાખ નવા સભ્યો જોડવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો.

સરકારને ચેતવણી: માંગણી નહીં સંતોષાય તો લોકશાહી આંદોલન

આ બેઠકના અંતે SPG નેતૃત્વ દ્વારા સરકારને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે, હવે માત્ર રજૂઆતથી કામ નહીં ચાલે. જો સમાજના હિતના પ્રશ્નોનો યોગ્ય અને સંતોષકારક ઉકેલ નહીં આવે, તો આગામી દિવસોમાં તબક્કાવાર મોટું લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે. ન્યાય ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાનો અને અવાજ બુલંદ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.